ગુજરાત માં મેઘમહેર : પાટનગર, કલોલ, દહેગામ અને માણસામાં 4 ઇંચ વરસાદ પડ્યું

Contact News Publisher

ગાંધીનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા મનમૂકીને મહેર કરી રહ્યા હોય તે પ્રકારે છેલ્લા બે દિવસથી વરસી રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાત સહિત ગાંધીનગર જિલ્લામાં ચોમાસાએ જમાવટ કરી હોય તે પ્રકારે  વાતાવરણમાં પલટો આવતા  છેલ્લા ૨૪ કલાક દરમિયાન વિવિધ તાલુકામાં વરસાદની અવિરત ગતિ ચાલુ રહેવા પામી છે.  તો  શનિવારે મોડી સાંજથી   શરૃ થયેલો વરસાદ રવિવારે પણ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ છેલ્લા ૨૪ કલાકથી વરસાદ ચાલુ રહેતા રાજ્યના પાટનગરમાં ૪   ઇંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. તો બીજી તરફ દહેગામ તાલુકામાં ૪   ઇંચથી વધુ, જ્યારે  ગાંધીનગર તાલુકામાં  ૨  ઇંચ વરસાદ, તો  કલોલમાં ૪ અને માણસા તાલુકામાં ૪ ઇંચ વરસાદ  નોંધાયો છે.વરસાદના પગલે  જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં  પાણી ભરાઈ ગયા છે.

સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજા મન મૂકીને મહેર કરી રહ્યા છે. ત્યારે  ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાદરવા માસના  પ્રારંભથી   મેઘરાજા જિલ્લા ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડી રહ્યો હતો ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજા આ વર્ષે મોડા મહેરબાન થયા હોય તે પ્રકારે વાતાવરણમાં પલટો આવતો હતો અને વરસાદ વરસ્યા વગર વાદળો પસાર થઈ રહ્યા હતા. તો બીજી તરફ છેલ્લા ઘણા દિવસથી ચોમાસાની મોસમ જામી હોય તે પ્રકારે વાદળો છવાઈ જતા હતા. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે બે દિવસથી વરસાદની અવિરત ગતિ ચાલુ રહેવા પામી છે. ગાંધીનગર શહેર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશાલી વ્યાપી છે. તો બીજી તરફ વરસાદની શરૃ થયેલી અવિરત ગતિ રવિવારે પણ  ચાલુ રહી હતી. તો દહેગામ, માણસા અને કલોલ તાલુકામાં વાતાવરણની અસરો અનુભવવા મળી હતી. જ્યારે  ગાંધીનગર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ શનિવારે સાંજના   સમયે શરૃ થયેલો વરસાદ રવિવારે પણ ચાલુ રહેતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ જિલ્લાના દહેગામ તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન થયા હોય  તે પ્રકારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪ ઇંચથી વધુ વરસાદ પડયો છે. તો કલોલ તાલુકામાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં  ૨  ઇંચથી વધુ વરસાદ પડયો છે. જ્યારે માણસા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪  ઇંચ વરસાદ   પડયો છે. શનિવારે સાંજના  સમયે શરૃ થયેલા વરસાદના પગલે રાજ્યના પાટનગરમાં છેલ્લા બે દિવસ દરમિયાન ૪ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે સમગ્ર જિલ્લામાં સીઝનનો ૬૩ ટકા વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ દહેગામ તાલુકામાં તો સૌથી ઓછો કલોલ તાલુકામાં વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરબદલના પગલે ભેજના પ્રમાણમાં વધારો નોંધાવા પામ્યો છે.  ગાંધીનગર શહેરમાં  રવિવારે સમગ્ર દિવસ દરમિયાન  આકાશમાં  વાદળો છવાઈ ગયા હતા અને   વરસાદ ચાલુ રહ્યો  હતો. સતત વરસાદ ચાલુ રહેતા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો હાલમાં ચાલી રહેલી ખોદકામની પ્રવૃત્તિના પગલે ઘણી જગ્યાએ યોગ્ય પુરાણ નહીં કરવાના કારણે  વરસાદી પાણી ભરાવાથી ભુવા  પડી ગયા હતા. તો  અવરજવર કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓ પણ વરસાદમાં અટવાઈ ગયા હતા. ત્યારે આ વાતાવરણની અસર જિલ્લામાં પણ અનુભવવા મળી હતી. તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના પગલે ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સતત પડી રહેલા વરસાદના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થવા પામી છે.