પોલીસ જવાન માટે ગૌરવનું પ્રતીક વર્દીના સ્ટાર કચરાના ઢગમાં મળ્યા.

Contact News Publisher

ભુજમાં ઍરપોર્ટ રોડ પર ખારી નદીના પુલિયા પાસે કચરામાં ખાખી વર્દીના જીપી (ગુજરાત પોલીસ) લખેલા વન અને ટુ સ્ટારવાળા 20થી 25 શૉલ્ડર બિનવારસી મળી આવ્યા હતા. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતાં પોલીસ બેઝ લઇ ગઈ હતી. સૂત્રોના મતે આ નકલી નહિ પણ અસલી બેઝ હોવાનું અને કદાચ કોઈ કર્મી નિવૃત્ત થયા બાદ ફેંકી દેવાયા હોય અથવા દરજીએ ફેંક્યા હોય તેવી શંકા છે.

અમુક બેઝની પાછળ પેનથી નામ લખેલાં છે. તાજેતરમાં ભુજનો ગઠિયો દિલ્હીમાં નકલી પોલીસ બનીને ઝડપાયો હતો ત્યારે બિન વારસી બેઝ અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. કચ્છમાંથી મળેલા પોલીસના શૉલ્ડર બેજને લઇને તપાસ કરાવીશું અને તેમાં જો કોઇ કસૂરવાર હશે તો તેની વિરુદ્ધ સખત પગલાં પણ લેવાશે > વિકાસ સહાય, ડીજીપી, ગુજરાત