નકલી પોલીસ, બનાવટી કલેક્ટર બાદ હવે નકલી નાયબ કલેક્ટર ઝડપાઇ

Contact News Publisher

સંદીપ વસાવા/માંડવી: સુરત જિલ્લામાંથી વધુ એકવાર ડુપ્લીકેટ અધિકારી બની રૂપિયા પડાવતા તોડબાઝ ને પોલીસે ઝડપી પાડ્યા છે. ડુપ્લીકેટ પોલીસ નહિ પરંતુ ડુપ્લીકેટ ડેપ્યુટી કલેક્ટર બની રૂપિયા પડાવ્યા હતા. જમીન સંપાદનમાં ટેન્ડર ભરી પૈસા રોકો તો સારું કમિશન મળવાની લાલચ આપી ખેડૂત પાસે રૂપિયા પડાવ્યા હતા. જોકે માંડવી પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.