સુરતમાં સ્ટેટ GSTના અધિકારીઓએ બોલાવી તવાઇ, બિલ વિના જ કોસ્મેટિક વેપારીઓએ ખરીદ-વેચાણ કર્યાનો ઘટસ્ફોટ

Contact News Publisher

સુરતના ચૌટા બજાર અને રિંગરોડ વિસ્તારમાં GSTના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કશૂરવાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ટીમ દ્વારા કોસ્મેટિક અને શૃંગારની વસ્તુઓના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં રિંગરોડ વિસ્તારમાં આવેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને ત્યાં GST વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા.