ઈઝરાયલના PM નેતાન્યાહુએ યુદ્ધનું એલાન કર્યું: કહ્યું ‘દુશ્મને કિંમત ચૂકવવી પડશે’, ગાઝાપટ્ટી પર એરફોર્સ દ્વારા તાબડતોબ હુમલા

Contact News Publisher

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા પાંચ હજાર રોકેટ છોડવા અને આતંકવાદીઓની ઘૂસણખોરી બાદ ઈઝરાયેલે યુદ્ધની સ્થિતિ જાહેર કરી છે. આ સાથે ઈઝરાયેલની સેનાએ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ શરૂ કર્યું છે. હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશનની જાહેરાત કરતાંની સાથે જ ઈઝરાયેલની વાયુસેનાએ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને નિશાન બનાવીને ડઝનબંધ ફાઈટર પ્લેન વડે ગાઝા પટ્ટીમાં અનેક સ્થળો પર હુમલો કર્યો છે.આતંકવાદી સંગઠન હમાસે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો છે જેની ઈઝરાયેલને અપેક્ષા નહોતી, જેને કારણે દક્ષિણ ઈઝરાયેલમાં ભારે વિનાશ થયો છે.