‘સાત મહિનાની પ્રેગ્નેન્ટ છે તોય પાટું માર્યું’: અમદાવાદમાં માલધારીઓ અને ઢોર પાર્ટી વચ્ચે બબાલ, વાડામાંથી ગાયો લઈ જવાનો આરોપ, મહિલાની તબિયત લથડી

Contact News Publisher

અમદાવાદમાં છેલ્લા ઘણા મહિનાથી રખડતાં ઢોર પકડવાની મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ઢોરનું રજિસ્ટ્રેશન અને લાયસન્સ ન લેનાર સામે મનપા કાર્યવાહી કરી રહ્યું છે.  જેના કારણે છાશવારે માલધારી અને ઢોરપાર્ટી વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે આજે ફરી સાબરમતી વિસ્તારમાં રખડતા ઢોર પકડવા જતાં ઢોરપાર્ટી અને માલધારીઓ વચ્ચે મામલો બિચક્યો હતો. ઢોરપાર્ટી અને માલધારીઓ સામ સામે આવી ગયા હતા.