ડ્રોનથી સર્વેલન્સ, VVIPની એન્ટ્રી, હમશકલોને જોવા પડાપડી…, પગ મૂકવાની પણ જગ્યા નહીં

Contact News Publisher

અમદાવાદમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો મહાજંગ શરૂ થઈ ગયો છે. ત્યારે અમદાવાદ આખું આજે ક્રિકેટના રંગે રંગાયું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર અને અંદર જબરદસ્ત માહોલ જામ્યો છે. સ્ટેડિયમ બહાર ક્રિકેટરસિકોના ટોળેટોળાં ઊમટી પડ્યાં છે. ‘ઈન્ડિયા… ઇન્ડિયા…’ના નારા લગાવી લોકો ભારતની ટીમને સપોર્ટ કરી રહ્યા છે. બીજી બાજુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આખું પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સ્ટેડિયમના તમામ એન્ટ્રીગેટ પર સઘન તપાસ કરવામાં આવી રહી છે. જેમાં સૌથી વધારે VVIP લોકોના એન્ટ્રીગેટ પર સઘન તપાસ કરવામાં આવી રહી છે. થ્રી લેયર ચેકિંગ બાદ બેગનું સ્ક્રેનિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.