વડોદરામાં માંજલપુરના સ્પા સેન્ટરમાં દરોડો: મેનેજર પકડાયો, સંચાલક વોન્ટેડ

Contact News Publisher

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી સ્પા સેન્ટરમાં કામ કરતી પરપ્રાંતીય યુવતીની માહિતી જાહેર નહીં કરવા બદલ ગુનો નોંધી મેનેજરની અટકાયત કરી છે.વડોદરામાં સ્પા સેન્ટરની યાર્ડમાં ગોરખ ધંધા ચાલી રહ્યા હોવાના બનાવ બનતા સ્પા સેન્ટરમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા સમા સાવલી રોડ પર તળાવ સામે સ્પા સેન્ટરમાંથી કુટણખાનું ઝડપાયું હતું. જ્યારે અલકાપુરીના સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતી પર સંચાલકે બળાત્કાર ગુજાર્યો હતો.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે માંજલપુરના યુવા મોલ પાસે મેબલ પ્લાઝાના ફર્સ્ટ ફ્લોર પર આવેલા ડિવાઇન સ્પામાં ચેકિંગ કરતા મહારાષ્ટ્રની યુવતી મળી આવી હતી. સ્પાના સંચાલકે આ યુવતી બાબતે પોલીસને માહિતી આપી નહીં હોવાથી મેનેજર ધર્મેશ ભીખાભાઈ સોલંકી (નવાપુરા ફળિયા, માંજલપુર) ની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે સ્પાના માલિક શંકરસિંહ ભગતસિંહ ચુડાવત (કાન્હા ગોલ્ડ,ડભોઇ રોડ,વડોદરા) ને વોન્ટેડ જાહેર કર્યો છે.