આણંદમાંથી ઝડપાયો પાકિસ્તાનનો જાસૂસ: 1999થી લાભશંકર બનીને ગુજરાતમાં રહેતો, ATSએ નજર રાખીને ઝડપ્યો તો થયો મોટો ખુલાસો

Contact News Publisher

 ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ આણંદ જિલ્લામાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. જે બાદ તેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પાકિસ્તાની જાસૂસ 1999થી ગુજરાતમાં રહેતો હોવાનો અને ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હોવાનું સામે આવ્યું છે. તે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પાકિસ્તાનમાં માહિતી મોકલતો હતો. હાલ ગુજરાત ATS દ્વારા પાકિસ્તાની જાસૂસની પૂછપરછ કરવામાં આવી રહી છે.