‘લાશ સાથે રેપ, દરેક ઈઝરાયલી કેદી પર 10 હજાર ડોલર’, હમાસના આતંકીઓને મળ્યો ટાર્ગેટ

Contact News Publisher

ગાઝા પટ્ટીથી ઈઝરાયેલ પર હુમલો કરનાર આતંકી સંગઠન હમાસ કેટલું ખતરનાક અને બર્બર છે તેનો ખુલાસો તેના જ આતંકીઓએ કર્યો છે. ઝડપાયેલા આતંકવાદીઓએ કબૂલાત કરી હતી કે, તેમને ઇઝરાયેલી બાળકો, મહિલાઓ અને પુરુષો પર એવી રીતે અત્યાચાર કરવાની સૂચના આપવામાં આવી હતી કે માનવતાનો આત્મા ધ્રૂજે ઉઠે. ઈઝરાયલ સિક્યોરિટીઝ ઓથોરિટીએ એક વીડિયો ક્લિપ શેર કરી છે તેમાં હમાસના આતંકવાદીઓએ 7 ઓક્ટોબરના રોજ દક્ષિણ ઈઝરાઇલમાં થયેલા જીવલેણ આતંકવાદી હુમલામાં તેમની સક્રિય સંડોવણીની કબૂલાત કરી હતી. પૂછપરછમાં હમાસના આતંકીઓએ કબૂલ કર્યું કે તેમને દરેક ઈઝરાયલી કેદીના બદલામાં 10 હજાર ડોલર અને ઘરનું વચન અપાયું હતું.