‘આજથી અમારી માટે લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન’, 26/11ની વરસી પહેલા ઈઝરાયલનું મોટું એલાન

Contact News Publisher

ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયાને દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતે ઈઝરાયેલ પરના હુમલાની સખત નિંદા કરી હતી અને તેને આતંકવાદ પણ ગણાવ્યો હતો. હવે આતંકવાદ સામે ભારતના સંકલ્પને સમર્થન આપતા ઈઝરાયલે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરી દીધું છે. ભારતમાં ઇઝરાયલી દૂતાવાસે મંગળવારે આ માહિતી આપી હતી.