સુરક્ષાને લઇ ઈઝરાયલે પોતાના નાગરિકોને કર્યા એલર્ટ, તાત્કાલિક ધોરણે આ દેશોને છોડવા આપ્યો આદેશ, ઈજિપ્તમાં ઈમરજન્સી બેઠક

Contact News Publisher

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી એકવાર મધ્ય પૂર્વમાં તણાવમાં વધારો કર્યો છે. વાત જાણે એમ છે કે, યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે ઈઝરાયેલે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ઇઝરાયલે નાગરિકોને જોર્ડન અને ઈજિપ્તમાંથી તાત્કાલિક બહાર નીકળવા કહ્યું છે. આ સિવાય ઈજિપ્તે પણ આ સ્થિતિમાં ઈમરજન્સી બેઠક બોલાવી છે. રાહતની વાત એ છે કે, આ દરમિયાન ઇજિપ્ત અને ગાઝા પટ્ટી વચ્ચેની રફાહ સરહદ ખોલવામાં આવી છે.