ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે અમેરિકાનો ઈરાનને મોટો ઝટકો, લગાવ્યાં અનેક પ્રતિબંધો

Contact News Publisher

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈરાન હમાસને સમર્થન આપી રહ્યું છે. એટલું જ નહીં દુશ્મન દેશ ઈઝરાયેલ વિરુદ્ધ લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહને પણ સમર્થન આપી રહ્યું છે. આ જ હિઝબુલ્લા ઇઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. ઈરાને તો ઈઝરાયલને ધમકી આપી હતી કે, જો તે ગાઝા પટ્ટી પર કબજો કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઈરાન દ્વારા તેના મિત્ર દેશ ઈઝરાયેલ સામેના આ દાવપેચને લઈને અમેરિકાએ ઈરાનની પાંખો ફાડી નાખી છે. અમેરિકાએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને મોટો ફટકો આપ્યો છે અને પ્રતિબંધો લાદ્યા છે.