હમાસે ઈઝરાયલ પર કેમ કર્યો હુમલો? બાયડને કર્યો મોટો ખુલાસો… ભારતમાં યોજાયેલ G20 સાથે છે કનેક્શન

Contact News Publisher

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. વાત જાણે એમ છે કે, જો બાયડને કહ્યું કે, ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરની જાહેરાત તાજેતરમાં નવી દિલ્હીમાં જી-20 સમિટ દરમિયાન કરવામાં આવી હતી. હું માનું છું કે, આ જાહેરાત હમાસ દ્વારા ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાનું કારણ છે. યુએસ પ્રમુખ જો બિડેને જણાવ્યું હતું કે તેમનો દેશ સાઉદી અરેબિયાને યુરોપ સાથે જોડતો રેલ-રોડ પ્રોજેક્ટ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નેટવર્ક દ્વારા ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)નો સામનો કરવા માટે G7 સભ્ય દેશો સાથે કામ કરી રહ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે, “મને ખાતરી છે કે આ હમાસના હુમલાનું એક કારણ હતું,” તેણે કહ્યું. મારી પાસે આનો કોઈ પુરાવો નથી, પરંતુ મારો અંતરાત્મા મને કહે છે કે, હમાસે ઇઝરાયેલ માટે પ્રાદેશિક એકીકરણ તરફના તેના કાર્યને કારણે આ હુમલો કર્યો છે. અમે તે કામ છોડી શકતા નથી. મહત્વનું છે કે, 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો. આ હુમલામાં 1400 લોકોના મોત થયા છે. અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશોના નાગરિકો પણ તેમાં સામેલ છે. આ હુમલા પછી બીજી વખત બાઈડને હમાસના હુમલાના સંભવિત કારણો પૈકી એક તરીકે ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરનો ઉલ્લેખ કર્યો છે.