CM અરવિંદ કેજરીવાલને વધુ મોટો ફટકો,ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી અરજી

Contact News Publisher

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે PM નરેન્દ્ર મોદીની ડિગ્રીનાં મામલામાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. ન્યાયાલયે ગુરુવારે કેજરીવાલની એ અરજીને ફગાવી દીધી છે જેમાં PM નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી વિશે જાણકારી પ્રદાન કરવા માટે કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા ગુજરાત વિશ્વવિદ્યાલયને આપવામાં આવેલ આદેશને રદ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.

આ પહેલા ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવની પીઠે સમીક્ષા અરજીને લઈને 30 સપ્ટેમ્બરનાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.  જ્યારે 31 માર્ચનાં જસ્ટિસ વૈષ્ણવે CICનાં એ ઓર્ડરને રદ કર્યો હતો જેમાં ગુજરાત યૂનિવર્સિટીને RTI અંતર્ગત અરવિંદ કેજરીવાલને PM મોદીની શૈક્ષણિક ડિગ્રીની જાણકારી આપવાનાં આદેશ આપવામાં આવ્યાં હતાં. આ સિવાય કોર્ટે કેજરીવાલ પર 25000નો ફાઈન પણ લગાડ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ગુજરાત યુનિવર્સિટીએ ગુનો નોંધાવ્યો હતો. અરવિંદ કેજરીવાલે PMની ડિગ્રીને લઈ સવાલો ઉઠાવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીએ તેમની સામે કેસ નોંધાવ્યો હતો.1 એપ્રિલે કેજરીવાલે આપેલા નિવેદનને લઈને યુનિવર્સિટીએ ફરીયાદ કરી હતી. કેસની દલીલ દરમિયાન યૂનિવર્સિટીનાં વકીલે કહ્યું કે વગર કોઈ કારણ વિવાગ ઊભો કરવા અને મામલો ગરમ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે PM કેજરીવાલને તાત્કાલિક રિવ્યુ પિટિશન દાખલ કરવા બદલ પણ દંડ થવો જોઈએ, કારણ કે આ કેસમાં યોગ્ય ઉપાયની અપીલ દાખલ કરવાની આવશ્યકતા હતી નહીં કે રિવ્યુ પિટિશન.