સુરતમાં ચાલુ ઍમ્બ્યુલન્સની અંદર ચુંબન કરતાં કેમેરામાં કેદ થયા યુવક-યુવતી

Contact News Publisher

સુરતમાં એમ્બ્યુલન્સમાં યુવક-યુવકી ચુંબન કરતાં કેમેરામાં કેદ થયા છે. વાત જાણે એમ છે કે, સુરતડાયમંડ નગરી સુરતનો એક વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એમ્બ્યુલબન્સમાં મોટા ભાગે સફેદ કલરના કાચ હોય છે. જેમાં એમ્બ્યુલન્સની અંદરનું આછું ચિત્ર દેખાતું હોય છે. હાલમાં સુરતના રસ્તાઓ પરથી પસાર થતી GJ 05 BZ 9328 નંબરની એમ્બ્યુલન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક યુવક-યુવતી જાણે એમને કોઈ જોતું જ ન હોય તેમ એમ્બ્યુલન્સની અંદર ચુંબન કરતાં જોવા મળ્યા હતા. જોકે કોઈ રાહદારીએ આ વિડીયો ઉતાર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શહેરના રસ્તા પરથી પસાર થઈ રહેલ એક એમ્બ્યુલન્સનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં યુવક-યુવતી ભાન ભૂલીને એકબીજાને ચુંબન કરતાં જોવા મળી રહ્યા છે. આ તરફ એમ્બ્યુલન્સનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા અનેક સવાલ ઊભા થયા છે.