સ્ટેટ GST વિભાગનું 38 પ્રીમિયમ હોટેલમાં મેગા સર્ચ ઓપરેશન, ટર્ન ઓવરની વિગતો ફંફોળશે

Contact News Publisher

સ્ટેટ GST વિભાગ એક્શનમાં આવ્યું છે જેના ભાગરૂપે શહેરની 38 પ્રીમિયમ હોટેલમાં પર સ્ટેટ GSTની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. હોટેલો દ્વારા દર્શાવેલા GST ટર્ન ઓવર સામે જમાં કરેલી વેરા અગે ચકાસણી હાથ ધરાઇ હતી. જોકે આ કાર્યવાહી દરમિયાન કંઈ વાંધાજનક મળ્યું કે કેમ? તે મામલે હજુ જીએસટી કચેરી દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. પરંતુ આગામી સમયમાં આ મામલે કચેરી તરફથી સત્તાવાર રીતે વિગતો સામે આવી શકે છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદની 38 પ્રીમિયમ હોટલ પર નરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતેની કેટલીક પ્રીમીયમ હોટેલ્સમાં સ્ટેટ GST દ્વારા ચકાસણી હાથ ધરાતાં કસુરવારોમાં ફફડાટ ફેલાયો હતો. નોંધનીય છે કે સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેકટરોમાં ચાલતી પ્રવર્તમાન ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે ટેક્ષપેયરો દ્વારા જેતે સેકટરમાં કરવામાં આવતા ટેક્ષ કોમ્પલાઇનનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે. આ કાર્યવાહીના ભાગ રૂપે અમદાવાદ ખાતેની ૩૮ પ્રીમીયમ હોટેલ્સમાં દર્શાવેલ ટર્નઓવર અને વેરાકીય જવાબદારીની ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી.