રાજસ્થાન: મુખ્યમંત્રી રેસમાં વધુ એક નામની એન્ટ્રી

Contact News Publisher

CMના નામને લઈને પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક માહિતી આપવામાં આવી નથી, પણ રાજસ્થાનમાં ભાજપ OBCને CM બનાવી શકે છે

રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે મુખ્યમંત્રી પદની રેસ દિવસેને દિવસે તેજ થઈ ગઈ છે. આ દરમિયાન સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે, કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવ CM પદની રેસમાં સૌથી આગળ છે. અશ્વિની વૈષ્ણવ 2 મોટા મંત્રાલયોના કેન્દ્રીય મંત્રી છે. એવું માનવામાં આવે છે કે, રાજસ્થાનમાં ભાજપ OBCને CM બનાવી શકે છે અને આ ચહેરો અશ્વિની વૈષ્ણવ હોઈ શકે છે.

પાર્ટી નવા ચહેરાને તક આપી શકે છે
ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક પણ દિલ્હીમાં યોજાઈ હતી. જેમાં પાર્ટી દ્વારા PM મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. CMના નામને લઈને પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક માહિતી આપવામાં આવી નથી, પરંતુ પહેલાથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પાર્ટી કોઈ નવા ચહેરાને CMની ખુરશી પર નિયુક્ત કરી શકે છે. હવે આ રેસમાં કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવનું નામ સામે આવી રહ્યું છે. કેન્દ્રમાં કેબિનેટ મંત્રી તરીકે અશ્વિન વૈષ્ણવે તેમના કામથી ટોચના નેતૃત્વને પ્રભાવિત કર્યા છે.

પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે CMનું નામ  
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીનું નામ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે અને તે પહેલા પાર્ટી વિધાયક દળની બેઠક બોલાવવામાં આવશે. જોકે પક્ષે હજુ સુધી ધારાસભ્ય દળની બેઠક અંગે કોઈ જાહેરાત કરી નથી. બે વખતના મુખ્યમંત્રી વસુંધરા રાજે મુખ્યમંત્રી પદની રેસમાં આગળ છે. રવિવારે જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને 115 બેઠકોનો જનાદેશ મળ્યો હતો જ્યારે કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. રાજ્યમાં 200માંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. કરણપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. હવે અહીં 5 જાન્યુઆરીએ ચૂંટણી થશે અને 8 જાન્યુઆરીએ પરિણામ જાહેર થશે.