કચ્છમાં ઘણી જગ્યાએ EVM-VVPAT માં સર્જાઈ તકનીકી સમસ્યા…

Contact News Publisher

જીલ્લાના નાયબ ચુંટણી અધિકારી મહેશ જોશીના જણાવ્યા મુજબ કુલ ૬૪ વીવીપેટ, ૧૯ સીયુ [કન્ટ્રોલ યુનિટ] અને ૨૨ બીયુ [બેલેટ યુનિટ ] મળી ૪૧ ઈવીએમ બદલવામાં આવ્યા છે. ક્યાંક ચાલુ મતદાને વીવીપેટ-ઈવીએમની સમસ્યા સર્જાતા અડધો-પોણો કલાક સુધી મતદાન પ્રક્રિયા સ્થગિત રહી હોવાના બનાવ બન્યા હતા.
કચ્છમાં બદલાયેલા EVM અને VVPAT વિશે માહિતી આ મુજબ છે.
૧. ભુજમાં સુખપર, હાજીપીર ખાતે ઈવીએમ અને ભુજ સીટીના ૨૨૨ અને ૨૨૪ નંબરના બુથ પર વીવીપેટ મશીન બદલવામાં આવ્યા હતા.
૨.અંજારમાં ૧ ઈવીએમ અને ૯ વીવીપેટ મશીન રીપ્લેસ કરાયાં હતા.
૩.ગાંધીધામમાં ૭ જગ્યાએ વીવીપેટ અને બે સ્થળે ઈવીએમ બદલવામાં આવ્યા હતા.
૪.અબડાસામાં ૧૬ બુથ પર ઈવીએમ બદલવામાં આવ્યા હતા.
રીટનીંગ ઓફિસરોએ ભેજયુકત વાતાવરણના કારણે ૨.૯ ની એરર જેવી ટેકનીકલ સમસ્યાઓ સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. ક્યાંક પ્રિસાઈડીંગ ઓફિસર્સની ટેકનીકલ જાણકારીના અભાવે પણ નાની-મોટી સમસ્યાઓ સર્જાઈ હતી. પ્રારંભિક સમસ્યાઓ બાદ મોટાભાગના વિસ્તારોમાં હાલ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News