સુરતમાં લેડીઝ ટોઇલેટમાં ઘૂસ્યો વૃદ્ધ, 3 વર્ષની બાળકીને અડપલાં કરતાં જાહેરમાં ચપ્પલથી ખંખેર્યો

Contact News Publisher

છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીની છેડતીનો મુદ્દો હજુ ગરમાયેલો જ છે. ત્યાં સુરતમાં એક 3 વર્ષની બાળકી સાથે અડપલાનો કિસ્સો સામે આવ્યો છે. અને તે પણ એક વૃદ્ધે લેડીઝ ટોયલેટમાં ઘુસીને આવી હરકત કરી છે.

બાળાની માતાએ વૃદ્ધની ધોલાઈ કરી
એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધને માર મારી રહેલી મહેલા નજરે પડે છે. પરંતુ આ મહિલા એક માતા છે અને જે તે વૃદ્ધને માર મારી રહી છે. તે વ્યક્તિએ માત્ર 3 વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કર્યા છે.  બાળકી જ્યારે વોશરૂમ ગઈ હતી. ત્યારે આ નશામાં ધૂત વૃદ્ધ પણ લેડીઝ ટોયલેટમાં ઘૂસી ગયો હતો. અને તેણે બાળકીને અડપલા કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ બાલકીએ બૂમાબૂમ કરી મુકતા તેની માતા દોડી આવી હતી. અને જાહેરમાં જ આ નરાધમને પાઠ ભણાવ્યો હતો. આ ઘટના સામે આવતા જ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે.

સિવિલમાં દારૂડિયા કેમ ફરી રહ્યા છે?
છોટાઉદેપુરમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના કોઈ જુની નથી. હજૂ તે કેસમાં આરોપીઓ ઝડપાયા છે. ત્યાં ફરી સુરત સિવિલમાં આવી ઘટના બનતા સુરક્ષા સામે ખુબ મોટા સવાલો ઉઠ્યા છે. જોકે આ કેસમાં સિવિલના સુપ્રીટેન્ડન્ટે સિક્યોરિટી એજન્સીને તપાસનું કહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, તે પણ એક મોટો સવાલ છે.