ચૂંટણી પંચમાં ખાલી પદ ભરવા કવાયત શરૂ થયી

Contact News Publisher

સૂત્રો મુજબ કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલની આગેવાની હેઠળની સર્ચ કમિટીએ ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની બે ખાલી જગ્યાઓ ભરવા માટે પાંચ ઉમેદવારોની યાદી તૈયાર કરવા બેઠક યોજી હતી. આ સંદર્ભમાં બંને નામોને અંતિમ રૂપ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પસંદગી સમિતિ દ્વારા ગુરુવારે બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં બે ચૂંટણી કમિશનરના નામ પર નિર્ણય લેવાય તેવી શક્યતા છે. પસંદગી સમિતિની ભલામણના આધારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચૂંટણી પંચના બે સભ્યોની નિમણૂક કરશે. એકવાર નિમણૂકોની સૂચના મળ્યા પછી નવા કાયદા હેઠળ આ પહેલી નિમણૂકો હશે. જોકે યાદીમાં કયા 5 ઉમેદવારોના નામ છે તે અંગેની માહિતી હજુ બહાર આવી નથી.

Exclusive News