કચ્છના રણોત્સવને રેલ્વે મંત્રાલય દ્વારા મળી ગિફ્ટ : ખાસ પેકેજ થયું લોન્ચ

Contact News Publisher

હાલના સમયે મુંબઇથી ભુજ હાલ એક જ ફલાઇટ હોવાથી પ્રવાસીઓનો ધસારો ટ્રેન તરફ વળ્યો છે. તો અનેક પ્રવાસીઓ ઉંચા ભાવે પણ ફલાઇટથી આવતા હોય છે.ત્યારે રણોત્સવ સમયે આઇઆરસીટીસીએ પ્રવાસીઓ માટે ખાસ પેકેજ શરૂ કર્યું છે. એક ખાસ ટ્રેન દર શનિવારે મુંબઇથી ઉપડી બોરીવલી, સુરત અને બરોડા જંકશન પર સ્ટોપ કરી બીજા દિવસે ભુજ પહોંચશે. આ ખાસ ટ્રેન ત્રણ દિવસ ભુજમાં જ રહેશે ચોથા દિવસે બપોરે ઉપડી પાંચમાં દિવસે પરત મુંબઇ પહોંચશે.

બીજો દિવસે ટ્રેન સવારે 7 વાગ્યે ભુજ પહોંચશે. ત્યારબાદ ચેક-ઇન માટે વ્હાઇટ રણ રિસોર્ટ્સ તરફ પ્રયાણ કરવાનું રહેશે. ધોરડો પહોંચ્યા બાદ બપોરના ભોજન પછી ઘરની પ્રવૃત્તિઓનો આનંદ માણી શકશે, તો સાંજે રિસોર્ટમાં ચા-નાસ્તો કરી સૂર્યાસ્ત જોવા માટે વ્હાઇટ રણ તરફ લઇ જવાશે. ત્યારબાદ રાત્રિભોજન લઇ ટેન્ટ સીટીમાં વિવિધ પ્રદર્શન અને કાર્યક્રમો નિહાળી રાત પસાર કરવાની રહેશે.
કચ્છના સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ ખાસ ટ્રેન શરૂ કરાઇ છે. આ ખાસ પેકેજમાં પ્રવાસીઓ ઓનલાઇન બુકિંગ કરાવી શકશે. મુંબઇથી ભુજ ફલાઇટ એકાંતરે રહે છે જેના ભાવો પણ ઉંચા છે તો મુંબઇથી ભુજ આવ્યા બાદ સફેદ રણમાં ટેન્ટ સીટી કે ભુજની હોટેલો બુકિંગ કરાવવા સહિતની ગોઠવણી પ્રવાસીએ ખુદ કરવાને બદલે આ પેકેજમાં ટ્રેનથી ઉતર્યા પછી રણોત્સવ સુધી પહોંચવાની, રીસોર્ટમાં રહેવાની અને પરત ધોરડોથી ભુજ લઇ આવવા સુધીની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *