કચ્છમાં થિયેટર માલિકો ગાઇડલાઇન સાથે ફિલ્મ દર્શાવવા તૈયાર

Contact News Publisher

આઠ મહિનાથી દેશભરના થિયેટર અને મલ્ટીપ્લેક્ષ બંધ હતા. કોરોનાને કારણે મનોરંજન પીરસતા ફિલ્મ ઉદ્યોગ પર માઠી અસર થઇ હતી. કેન્દ્ર સરકારે આગામી 15 ઓક્ટોબરથી સિનેમાગૃહ સરકારી ગાઈડ લાઈન મુજબ ખોલવાની જાહેરાત કરી છે. જેથી હવે ધીમે ધીમે આ વ્યવસાય મંદીમાંથી બહાર આવે તેવી શક્યતા છે. કરોડોના રોકાણ કરીને ઊભા થયેલા મલ્ટીપ્લેક્ષ બંધ હોતા તેમના માલિકોને લાખોની ખોટ ગઈ છે, ત્યારે કચ્છના મુખ્ય સિનેમાલિકો આગામી 15 તારીખથી થિયેટર શરૂ કરવાની મંજૂરી મળતાં કેવી તૈયારીઓ કરી છે તેમજ કેવો વેપાર થાય તેવી શક્યતાઓ છે તે જાણીએ.

ત્યારે ભુજના સિનેમાઘરોના સંચાલકોએ જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા દર્શકોની સુરક્ષા રહેશે. અમે પ્રથમ દિવસથી જ દરેક શો બાદ સીનેમાગૃહ સેનેટાઇઝ કરશું. દર્શકો વધુમાં વધુ ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને જો ઐનેમાગૃહ પર ટિકિટબારી સવારે નવથી રાત્રે દસ સુધી ખુલી રખાશે. બેઠક વ્યવસ્થામાં પણ સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પ્રથમ રો અને બીજી રો એમ દરેક સીટ ઓડ ઈવન મુજબ દર્શકોને બેસાડવામાં આવશે. કેંટીનમાં પણ પેક ફૂડ વેંચવા માટે રખાશે. આવનાર દરેકને સ્પ્રે કરી સેનેટાઈઝ કરશે તથા ટેમ્પરેચર ગનથી તાપમાન ચેક કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આઠ મહિના બાદ કચ્છના થીયેટરમાં દર્શકો દેખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *