દાયકાઓ પછી કચ્છમાં શેરી ગરબાની ગરિમા પાછી આવશે!

Contact News Publisher

કચ્છમાં આ વખતે કોમર્શિયલ ગરબીઓ રદ્દ થતાં યૂથ ચોક્કસ નિરાશ હશે, આ નવ દિવસ યુવક-યુવતીઓ માટે આઝાદીના, મુક્તમને હરવા-ફરવાના અને યૌવનનો ઉન્માદ પ્રગટ કરવાના હોય છે. આ વર્ષે જ્યારે માત્ર શેરી ગરબાની મંજૂરી મળી છે ત્યારે દાયકાઓ કચ્છમાં પછી શેરી ગરબા જીવંત બનશે તેવું લાગી રહ્યું છે. નવી પેઢીનાં યુવક-યુવતીઓ મને-કમને પણ શેરી ગરબામાં જોડાશે ત્યારે તેમને પણ એક જમાનામાં શેરી ગરબાની જે ગરિમા હતી તેનો અહેસાસ થશે. વાલીઓ પણ આ વર્ષે નવરાત્રિમાં જેટલી શાંતિ મળવાની છે તેટલી અગાઉ કદાચ ક્યારેય નહીં મળી હોય. પેરન્ટ્સ પણ પોતાનાં યુવાન દીકરા-દીકરીઓને પહેલી વાર લાઈવ ગરબા રમતાં જોશે.

શેરી ગરબાનો પણ એક આગવો ઇતિહાસ છે. આજના પાર્ટીપ્લોટ પર યોજાતા કોમર્શિયલ ગરબાઓમાં જ્યારે પાસથી લઈને પાર્કિંગ અને નાસ્તા સુધી રૂપિયાનું ચલણ છે ત્યારે શેરી ગરબામાં કોઈ પાસ ન હતા કે પાર્કિંગની કોઈ કડાકૂટ ન હતી. નાસ્તો પણ ગરબાના બ્રેક દરમિયાન શેરી, પોળ કે સોસાયટીના કોઈ ને કોઈ સધ્ધર રહીશ દ્વારા મળી જતો હતો અને ઉપરાંત લહાણી લટકામાં મળતી. લહાણી એટલે શું એ આજનાં યુવક-યુવતીઓને ખબર નહીં હોય પરંતુ દરેક ગરબા ગાનારને ગરબા પૂરા થયા પછી નાનીમોટી ભેટ અપાતી તેને લહાણી કહેવાતી. લહાણીનો આ રિવાજ નવેનવ દિવસ મોટા ભાગે દરેક શેરી ગરબાના આયોજનમાં અચૂક રહેતો. કોઈને ત્યાં સંતાનનો જન્મ થયો હોય કે નવાં લગ્ન થયાં હોય કે પછી કોઈએ નવું ઘર બનાવ્યું હોય આ બધા જ નવરાત્રિમાં પોતાના તરફથી ગરબા રમનારને ગિફ્ટ આપતા. શેરી ગરબાની આ જ તો ખૂબી હતી કે ઘરઆંગણે ગરબા યોજાતા એટલે ૧૦૦ ટકા સેફ્ટી રહેતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *