જાણો શા માટે આજનાં દિવસને ત્યાગનો દિવસ ગણવામાં આવે છે ?

Contact News Publisher

જય માતાજી

આપણે સર્વ આજના દિવસ ને ત્યાગ દિવસ તરીકે યાદ કરીએ છીએ. આ એ દિવસ છે જ્યારે પ્રજા વત્સલ નેક નામદાર મહારાજા સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહજી ઓફ ભાવનગર પોતે આગળ આવ્યા અને સ્વેચ્છા એ પોતાનું રાજ્ય ભારત દેશ ને સોપી એક લોકશાહી દેશ બનાવવા માટે આપી દીધું .

એ પણ યાદ રાખવું જોઈએ કે આજે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ઓફ ભાવનગર અને તેમના પગલે ચાલનાર અન્ય તમામ રજવાડા ના શાસકો ને કારણે ભારત એક લોકશાહી દેશ છે .

આપણે એમના આં બલિદાન ને આદર અને પ્રેમ ની ભાવના થી યાદ કરીએ છીએ.
સરદાર વલ્લભભાઈ પટેલ ની સ્મૃતિ માં બનાવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સમાપન ના છેલ્લા એક વર્ષ થી મહારાજા સાહેબ ની પ્રતિમા હોવી જોઈએ એવા ઘણા લોકોના નિવેદન અને સંદેશ મળ્યા છે.

લોકો ની મહારાજા સાહેબ પ્રત્યે ની આદર અને પ્રેમભાવના હું સંપૂર્ણ રીતે સમજી સકું છું અને આદર પણ કરું છું.
તેમ છતાં હું એ કહીશ કે કોઈ પણ આદર્શ વ્યક્તિ નું સ્ટેચ્યુ બનાવતા પેહલા આપણે એ વ્યક્તિઓ ના મૂલ્યોને જાણવા જોઈએ અને યાદ રાખવા જોઈ અને તેમનું પાલન પણ કરવું જોઈએ.

આજના ઝડપી ગતિશીલ જીવન માં આપણે મહારાજા સાહેબ ના મૂલ્યો અને લોકો પ્રત્યે ના તેમના કાર્ય ને યાદ રાખવું જોઈએ.જે ખૂબજ મહત્વપૂર્ણ છે.આં મૂલ્યો જ આપણા શહેર અને દેશ ને આગળ લઈ જશે.

મહારાજા સાહેબે ખાતરી આપી હતી કે ભાવનગર ના દરેક નાગરિક નું ભવિષ્ય પ્રગતિશીલ અને ઉજ્જવળ હોય , આવનારી પેઢી ઓ માટે આપણે પ્રગતિશીલ રાષ્ટ્ર માટે સયુંકત રીતે કાર્ય કરવું જોઈએ. જ્યાં બધાને એકસમાન રૂપે જોવામાં આવે અને વર્તવામાં આવે.

ચાલો આપણે દરેક નાગરિક મળીને મહારાજાસાહેબ ના મૂલ્યોનેં જીવંત રાખીએ અને તેમને સાચા અર્થ માં શ્રધાંજલિ પાઠવીએ.

જય ભાવનગર 🚩
જય ગરવી ગુજરાત

જય હિન્દ🙏🏻. #maharajakrishnakumarsinhji #bhavnagar

સૌજન્ય : જયવીરરાજસિંહ ગોહિલ

ભાવનગર સ્ટેટ

Story By :

Jaam Jaymalsinh AB Jadeja

Bhuj Kutch

9428748643 / 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News