માંડવી નગરપાલિકા : સ્વચ્છતા અભિયાનને કાગળ ઉપર કાઢી વાસ્તવિક બનાવે એવી લોક માંગ / વીડિયો થ્યો વાયરલ

Featured Video Play Icon
Contact News Publisher

નમસ્કાર મિત્રો,
ભુજ નગરપાલિકાની બેદરકારીનો અહેવાલ જોયા બાદ , આજે જોઈએ માંડવી નગરપાલિકાની બેદરકારીનો વધુ એક દાખલો.
માંડવી અને નલિયા રોડ ઉપર સોનાવાળા નાકા પાસે આવેલ નાળુ , માંડવીની સૌન્દર્યતા માથે કાળી ટીલી સમાન છે.
મિત્રો , ૩૬૫ દિવસ આ નાલાની હાલત આમને આમ ગંદકી થી લથપથ જ હોય છે. જાણે કોરોના સમયમાં રોગચાળાને નિમંત્રણ આપતી હોય એમ માંડવી નગરપાલિકા સફાઈ પ્રત્યે સાવ બેદરકાર છે.
હવે તો માંડવી શહેરનાં લોકો પણ ફરિયાદ કરીને કંટાળી ગયા છે , એટલે જ હવે પ્રજા કહે છે , અમે ફરિયાદ નહીં પણ વિનંતી કરીએ છીએ કે માંડવી શહેરને , માંડવી નગરપાલિકા ગંદકીથી મુક્ત કરે.
નાગરિકો કંટાળી ગયા છે , અને કહે છે કે આ નાલાની સફાઈ ની ઝુંબેશ મોટા પાયે થવી જોઈએ.
લોકો કહે છે કે જો નગરપાલિકાની આંખ ન ઉઘડે તો લોકો સ્વયં આ નાળાની સફાઈ શરૂ કરી દેવી જોઈએ.
માત્ર કાગળ ઉપરનો વિકાસ લોકોને હવે અકળાવી રહ્યો છે. માત્ર હોર્ડિંગ્સમાં સફાઈની વાતો વાંચીને લોકો હવે ત્રસ્ત થયા છે, લોકો ઈચ્છી રહ્યા છે કે હવે કાગળ કે હોર્ડિંગ્સ ઉપર નહીં , વાસ્તવિક રીતે વિકાસ થાય , શહેર સ્વચ્છ અને તંદુરસ્ત બને.
સ્વચ્છતા અભિયાનની વાતો ઘણી થઈ, હવે તાયફાઓ મૂકીને વાસ્તવમાં લોકોને સ્વચ્છતાનાં દર્શન થાય એવી પ્રબળ લોક માંગ ઊઠી છે.
માંડવી શહેરનાં જાગૃત (અમુક) લોકો આ નાળાનાં વીડિયો બનાવી , એનાં બેકગ્રાઉન્ડનાં સ્વચ્છતા અભિયાનનું ગીત જોડીને વાયરલ કર્યું છે , જે maa news live ટીમને પણ મળતાં , પત્રકારીતાની ફરજ સમજી સમાચારનું સ્વરૂપ આપી પત્રકારત્વનો ધર્મ નિભાવ્યો છે, એમાં જો કોઈને ખોટું લાગે તો બે દાબેલી (માંડવીની પ્રખ્યાત) ખાઈ લે.
લોકોએ વાયરલ મેસેજમાં લખ્યું છે કે ,
માંડવી નગરપાલિકાને વિનંતી કે આ સફાઈ ઝુંબેશમાં બંને એટલું , સફાઈ કામદાર ભાઇઓ કરતા , વધુમાં વધુ
માત્ર મશીનરીનો જ ઉપયોગ થાય . અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને આ કામગીરી દિવસ કરતાં રાત્રીના સમયે થાય , તો ચોક્કસ સારા અને ઝડપી પરિણામ મળશે..
આશા રાખીએ મોટાં મનમાં માલિક એવા માંડવી નગરપાલિકાનાં સત્તાધીશો , ટેકેદારો આ વાતને ખાર રાખીને નહીં , પણ ઉદાર મને સ્વીકારે અને આ નાળાને ગંદકીથી મુક્ત કરી , સ્વચ્છ નગરપાલિકાનું બિરુદ પ્રાપ્ત કરે.

સ્ટોરી બાય :
પરેશ જોશી – માંડવી,
જામ જયમલસિંહ જાડેજા – ભુજ.
માઁ આશાપુરા ન્યુઝ.
9428748643 ,
9725206123 .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *