અતિ પ્રવુતિ અને સંપૂર્ણ નિવૃતિ બન્ને ખતરનાક છે.

Contact News Publisher

અતિ પ્રવુતિ અને સંપૂર્ણ નિવૃતિ બન્ને ખતરનાક છે.
આજે આ મેસેજ મને વોટ્સએપમાં સવારે આવ્યો , આમ જોવા જઈએ તો , સવાર પડતાં જ લોકો જ્ઞાની થઈ જાય છે , વિચારો અને સુવિચારોનો મારો જે રીતે ચાલે છે એ જોતાં એમ જ લાગે કે આના જેવો કોઈ જ્ઞાની નથી !
પણ એવું નથી હોતું , વ્યક્તિ માત્ર વાતો કરવામાં માહિર થઈ ગયો છે , જુઓને હું પણ કેવી મોટી મોટી વાતો લખી રહ્યો છું ….
પણ મને આજનો સુવિચાર ખરેખર ગમ્યો ,
અતિ પ્રવુતિ અને સંપૂર્ણ નિવૃતિ બન્ને ખતરનાક છે.
સાચે જ કાં આજનો માણસ ખૂબ કામ પાછળ દોડે છે , અને કાં માથે હાથ દઈને રોયા કરે છે .
Osho કહેતાં કે ” અતિ અમૃત ભી જહર હૈ ”
અમારે અહીં કહેવાય કે માપે બધું સારું , મારા બા કહેતાં કે
” એડો મેઠો ન થિજે કે કોઈ ખાઈ વેને , અને એડો ખારો ન થિજે કે કોઈ થોકીને ફોગાઈ ડે…”
મતલબ બહુ મીઠા થવામાં પણ માલ નથી, અને બહુ સાચા બોલા પણ અણગમતા થઈ જતાં હોય છે…
જીવનનું ગણિત 2 + 2 = 4 નું નથી , એમાં ક્યારેક સરવાળો 44 આવે , અને ક્યારેક 0 પણ આવે..
ધાર્યું ઘણી નું થાય, એવું પણ અમારે ગામડામાં કહેવાય , જોકે શહેર કરતાં ગામડાનાં લોકો વધુ સમજદાર , વધુ જ્ઞાની અને વધુ ચોખલા મેં જોયા છે , જોકે એમાં અપવાદો હોઈ શકે…
કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું છે કે ” યોગઃ કર્મસુ કૌશલમ ”
હે અર્જુન તું કર્મ કર , ફળની આશા ન રાખ…
પણ આપણે નથી આપણાં ખૂદ ઉપર ભરોસો , કે નથી ભગવાન ઉપર ભરોસો…
અને આવા લોકોને કોઈ સમજાવી ન શકે. આપણે અહીંયા કરવા શું આવ્યા છીએ ? અને શું કરી રહ્યા છીએ ? એવું ઘણાં સંતો બોલતાં હોય છે , પણ એ સંતો શું કરી રહ્યા છે એ સંતોને જ ખબર, વાતો મોટી મોટી TV ચાલુ કરોને મહાત્માઓ કરવા લાગી જતાં હોય છે.
મેં હમણાં એક સાધુને ફાયનાન્સની વાતો કરતાં સાંભળ્યા, બિઝનેશ કેમ વધારવો, રૂપિયા કેમ કમાવવા , ધંધામાં કેમ સફળ થવું , વગેરે વગેરે… મને આશ્ચર્ય થયું , અને અફસોસ પણ …
જો આ સાધુ સંન્યાસ ન લીધો હોત તો ” કદાચ ” સારા બિઝનેસમેન બની શક્યા હોત, જોકે બિઝનેસની વાતો કરવી અને બિઝનેસ કરવો એ વચ્ચે ભેદ છે .
સાધુનો ધર્મ છે સંસાર અસાર છે એની વાતો સમજાવાનો પણ આ સાધુ તો સંસારમાં કેમ આગળ વધવું એની વાતો કરે છે,
સંસારમાં સુખનો ભ્રમ હોય છે એવું પણ ઘણાં સંતો કહે છે , પણ એવા ઘણાં સંતો છાણેછૂપે સંસારની મોજ પણ માણી લેતા હોય છે.
કરણી અને કથની જેની અલગ હોય એનો ભરોસો કરવો નહીં.
દુકાને બેસીને ધંધો કરવો, અને સાધુના કપડાં પહેરીને ધંધાની વાતો કરવી અલગ વાત છે ..
પણ દુકાને બેસીને પણ અંદર અવિરત જ્યોત પ્રજ્વલિત રહે એ સાચો સંન્યાસ , પણ જો ભગવા પેરીને પણ ધંધાની વાતો કરવી એ સંન્યાસ સાથે, અને તમને સાંભળતા લોકો સાથે પણ ધોખો છે.
અંતમાં : અતિ પ્રવુતિ અને સંપૂર્ણ નિવૃતિ બન્ને ખતરનાક છે.
કામ કરવું પણ અંદર સ્થિર રહેવું , નિવૃતમાં પણ પ્રવૃત રહેવું એનું નામ ધ્યાન અને ભક્તિ…..

અહેવાલ :
જામ જયમલસિંહ એ.બી. જાડેજા..
માઁ આશાપુરા ન્યુઝ.
કચ્છ.
9428748643 / 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *