ગાંધીધામના મીઠીરોહર પાસે બેન્સામાં ભભૂકેલી ભીષણ આગ ચાર ફાયરફાઈટર પછી પણ 7 કલાકે કાબુમાં આવી

Contact News Publisher

કચ્છનાંઔધોગિક શહેર ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહર ગામની સીમમાં આવેલી HPI સેલ્સ કોર્પોરેશનની લાકડાની શોમીલમાં (બેન્સામાં) 18 ફેબ્રુઆરી 2022 ના વહેલી સવારે 5 વાગ્યે એકાએક ધુમાડાના ગોટેગોટા બહાર નિકળતા લોકો એકત્રિત થઈ ગયા હતા.

આસપાસ રહેતાં લોકોએ ફાયરબ્રિગેડ અને બેન્સામાલિકને જાણ કરી હતી. બેન્સામાં રાખેલ નાના મોટા લાકડાઓમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.

ફાયરબ્રિગેડ સ્થળ પર પહોંચે એ પહેલાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, આગની  જ્વાળાઓ ઉંચે સુધી ઉઠતી જોઇ શકાતી હતી.

આ ઘટનાની ગંભીરતા સમજી ગાંધીધામ નગરપાલિકા , કાસેઝ, વેલસ્પન, કંડલા ટિમ્બર એસો. ના અગ્નીશમન દળને જાણ કરાઈ, જે તાત્કાલિક સ્થળ પર આવતાં આગ માંડ માંડ 7 કલાકે કાબુમાં આવી હતી.

Click the video to see other news

હેક થયેલ maa news live ચેનલ પરત મેળવવા સહયોગ આપવા બદલ કચ્છ પોલીસનું સન્માન કરાયું

ફાયર ફાઈટરોના  પ્રયાસો બાદ છેક બપોરના 12 વાગ્યે આગ કાબૂમાં આવી હતી. ગાંધીધામ A ડિવિઝન પોલીસ મથકે વેલાભાઈ આહીરે કરોડોનું નુકશાન થયાની ફરિયાદ નોંધી હતી.

આ વિકરાળ આગમાં કોઈ જાણ હાનિ થઈ નથી , તેમજ કોઈ વ્યક્તિ દાઝયો પણ નથી એવું જાણવા મળેલ છે.

લાકડા સાથે બેન્સામાં ઉભેલ ટ્રેક્ટર પણ આગની લપેટમાં આવી ગયું હતું.

આગ કેટલી મોટી હતી એનો અંદાજો બળેલા લાકડા ઉપર થી જોઈ શકાતું હતું.

અહેવાલ :

નીરવ ગોસ્વામી,

માઁ આશાપુરા ન્યુઝ,

ક્રાઈમ બ્યુરો – ગાંધીધામ,

Maa news live (all social media)

9725206125 / 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *