નેત્રા પ્રાથમિક કુમાર ગ્રુપશાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન અનુસંધાને રમકડાં મેળો – ૨૦૨૨ યોજાયો

Contact News Publisher

નખત્રાણા તાલુકાના નેત્રા ગામે આવેલી પ્રાથમિક કુમાર ગ્રુપશાળા ખાતે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન અનુસંધાને રમકડાં મેળા – ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં, ધોરણ ૧ થી ૮ ના કુલ ૯૨ જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૬૩ જેટલાં રમકડા બનાવાયા હતા, જેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, રમકડાં આધારિત આ પ્રદર્શનમાં મનોરંજનના રમકડાં, વર્કિંગ રમકડાં, ઇલેક્ટ્રોનિક રમકડાં, વૈજ્ઞાનિક અભિગમ આધારિત રમકડાં, જેવાં અવનવાં રમકડાં રજૂ કરવામાં આવ્યા હતા.

રમકડા મેળાનું ઉદ્દઘાટન એસ.એમ.સી.ના સભ્યશ્રી. હારૂનભાઇ કુંભાર અને સી.આર.સી. કો-ઓર્ડીનેટર – નેત્રાના સાગરભાઈ સુથાર દ્વારા રીબીન કાપીને કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ઇવેન્ટ કન્વીનર શિક્ષકશ્રી. લહેરીકાંત ગરવા દ્વારા રમકડાં મેળા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

See other news from Gandhinagar district

અમદાવાદ કિડની હોસ્પિટલનો અહેવાલ :

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર પાડી અને વૈજ્ઞાનિક અભિગમ દાખવવા અંગે અપીલ કરવામાં આવી હતી.

આ રમકડાં મેળા દ્વારા પ્રદર્શન નિહાળનારને મનોરંજન સાથે વૈજ્ઞાનિક જ્ઞાન મળ્યું હતું, ગામલોકો બહોળી સંખ્યામાં પધારીને, આ પ્રદર્શનને સફળ બનાવ્યું હતું.

ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ પ્રદર્શનને સફળ બનાવવા માટે સ્ટાફમાંથી હર્ષાબેન ઠક્કર, કોમલબેન પટેલ, મંજુબેન કેશવાલા અને દિપીકાબેન રાઠોડ ખૂબ જ જહેમત ઉઠાવી હતી,.

આ તકે માયાબેન પટેલ, માયાબેન ચારણ, જ્યોતીબેન ભાવાણી, ભારતીબેન નાકરાણી, વિજયભાઇ સીજુ, જીગરભાઇ જોષી તથા સુરેશભાઇ સીજુ સહિત વાલીઓ હાજર રહ્યા હતા.

સ્ટોરી બાય : વિજય સીજુ

માઁ આશાપુરા ન્યુઝ

– નેત્રા , નખત્રાણા – કચ્છ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *