મુંદ્રા પોર્ટ બાદ હવે કંડલા પોર્ટ પરથી આશરે 2500 કરોડનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ

Contact News Publisher

ગુજરાતનો દરિયાકાંઠો હવે ડ્રગ્સની હેરાફેરી માટેનું હબ બની ગયું હોય તેમ એક પછી એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થતા હોય છે. છેલ્લા એક-દોઢ વર્ષથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના રેકેટ ઝડપાઈ રહ્યાં છે. ત્યારે ફરી કચ્છના કંડલા બંદરેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS અને DRIએ સંયુક્ત ઓપરેશન કરીને ડ્રગ્સ રેકેટને ઝડપી પાડ્યું છે. જાણવા મળી રહ્યું છે કે અફઘાનિસ્તાનથી કંડલા બંદરે ડ્રગ્સ લવાયું હોવાની આશંકા સેવવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ કંડલા પોર્ટ પર ATS અને DRIએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ડ્રગ્સ અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે કંડલામાં અફઘાનિસ્તાનથી આવેલા કન્ટેનરમાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે અને વધુ ડ્રગ્સ મળી આવવાની એજન્સીઓ આશંકા સેવી રહ્યા છે. છે. એજન્સીના સૂત્રો જણાવી રહ્યા છે કે ATS અને DRI દ્વારા કંડલા પોર્ટ ઉપરથી અંદાજિત 2500 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે, આ ડ્રગ્સની ડિલિવરી વિશે બાતમી મળી હતી, જેના આધારે સંયુક્ત ઓપરેશન ચલાવીને ડ્રગ્સ ઝડપી પડાયું છે.

કચ્છમાં કંડલા પોર્ટ પર ડ્રગ્સ ઝડપાવા મામલે DPT PROએ સ્પષ્ટતા કરી છે. તેઓએ જણાવ્યું છે કે, કંડલા પોર્ટ પર આ પ્રકારની કોઈ કાર્યવાહી કે ડ્રગ્સ ઝડપાયું નથી, કંડલા પોર્ટથી 15 કિમી દૂર ખાનગી CFSમાં તપાસ ચાલી રહી છે અને ત્યાંથી ડ્રગ્સ ઝડપાયું છે. હાલ એ.વી.જોશી કંપનીમાં તપાસ ચાલુ છે.

મુંદ્રા પોર્ટ બાદ હવે કંડલા પોર્ટ ઉપર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચ્યો છે. ગુજરાત ATS અને DRI દ્વારા કંડલા પોર્ટમાં બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન ચલાવીને મોટી સફળતા મેળવી છે. જેમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે અંદાજિત ATS અને DRI દ્વારા કંડલા પોર્ટ ઉપરથી 2500 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. આ વખતે ઝડપાયેલું ડ્રગ્સ પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતું. આ ડ્રગ્સ ઉચ્ચ ગુણવત્તાનું હોવાની વાત જાણવા મળી છે. એક કન્ટેનરમાં 250 કિલો ડ્રગ્સ ઓપરેશન દરમિયાન મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જોઇએ તો 2500 કરોડની આસપાસ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *