માંડવી ભાજપનાં ત્રણ અગ્રણીઓની BJP માંથી હકાલપટી

Contact News Publisher

માંડવી એ.પી.એમ.સી.ના ત્રણ સદસ્યોને ભારતીય જનતા પાર્ટીમાંથી બરતરફ કરાયા.

થોડા સમય અગાઉ યોજાયેલ માંડવી એ.પી.એમ.સી.ના ચેરમેનની વરણી પ્રક્રિયામાં પક્ષના મેન્ડેટનો અનાદર કરી પક્ષ દ્વારા રજૂ થયેલ નિર્ધારિત વ્હીપમાં સહમત ન થઈને ચેરમેન પદ માટે પક્ષ વિરૂધ્ધ દાવેદારી નોંધાવીને ગેર શિસ્તભર્યું વર્તન આચર્યું હતું તેવા માંડવી એ.પી.એમ.સી.ના પ્રવર્તમાન ચેરમેન પ્રવિણભાઈ અરજણ વેલાણી

ને બરતરફ કરી દેવાયા છે,  કચ્છ BJP નો આ નિર્ણય વિધાનસભા ચૂંટણી ટાણે જ લેવાતા અનેક તર્ક વિતર્ક થયા છે.

ઉપરાંત વાઈસ ચેરમેન શીવજીભાઈ ભાણજીભાઈ સંઘાર

ની પણ હકાલપટી કરી દેવાઈ છે.

સંઘાર સમાજનું અગ્રણી નામ એવા શિવજી ભાઈ માંડવી તાલુકામાં રાજકીય ક્ષેત્રે જાણીતું નામ છે.

પણ ભાજપ ને જાણે કોઈ બીક કે ચિંતા ન હોય એમ કોઈ જ ચિંતા કર્યા વગર આ આકરો નિર્ણય લઈ લીધો છે.

એનાથીયે વિશેષ ચોંકાવનાર bjp નો નિર્ણય છે

ડાયરેકટ રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાને બરતરફ કરાવાનો.

રાજેન્દ્રસિંહ જાડેજાના પિતા અજીતસિંહ જનસંઘ થી ભાજપ સાથે જોડાયેલ હતા, એટલું જ નહીં રાજેન્દ્રસિંહ ખુદ પોતે પણ માંડવી જ નહીં સમગ્ર કચ્છમાં ભાજપનું મોટું નામ કહેવાય છે.

અગાઉ જિલ્લા પંચાયત માં બાંધકામ સમિતિ ચેરમેન તરીકે પણ રાજેન્દ્રસિંહ મહત્વની જવાબદારી નિભાવી ચુક્યા છે.

હાલ ભાજપ માટે આકરી ગણાતી અને જ્યાં કાયમ કોંગ્રેસ જ આવતી એ દરશડી તાલુકા પંચાયત બેઠક ઉપર પણ રાજેન્દ્રસિંહ જાડેજાએ સારો દેખાવ કરેલ અને વિજેતા થયેલ.

એટલું જ નહીં માંડવી મુન્દ્રા ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની પણ નજીક એવા રાજેન્દ્રસિંહ જાડેજા પક્ષમાં અમુક લોકો માટે અણમાનીતા હતા એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

પણ ભાજપે કોઈનીયે જાણે ચિંતા કે ભવિષ્યનાં કોઈ પરિણામ ની ચિંતા કર્યા વિના આ આકરો નિર્ણય લીધો છે એમ કહી શકાય

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર. પાટીલ સાહેબ સૂચનાથી પ્રદેશ ભાજપ મહામંત્રી  રજનીભાઈ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાંથી આ ત્રણ મોટા માથાને બરતરફ કરવામાં આવ્યા છે.

Maa News Live

GTPL ચેનલ 273

All Gujarat Coverage

9725206123

9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News