પાટડીમાં અકસ્માતના બે બનાવોમાં 4ના કમકમાટી ભર્યા મોત, વડગામ ખાતે ઢોરની અડફેટે બાઈક સવાર 2 યુવાનોનો ગયો જીવ

Contact News Publisher

આજે રાજ્યમાં ચાર જગ્યાએ અકસ્માતની ઘટના બની છે. સુરેન્દ્રનગર જુદા જુદા બે અકસ્માતોમાં 4ના મોત થયા છે તો બીજી તરફ વલસાડના પારડી પાસે અકસ્માતમાં ટ્રક નીચ યુવક કચડાઈ ગયો છે. તો વળી દાહોદના ગરબાડાના પાટિયાઝોલ તળાવ પાસે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. અમદાવાદના સાણંદ-બાવળા રોડ પર અકસ્માત રિક્ષા અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક મોત થયું છે. સુરેન્દ્રનગરમાં 4ના મોત થયા છે, જ્યારે વલસાડના પારડીમાં એકનું અને દાહોદના ગરબાડામાં અકસ્માતમાં 6ના મોત થયા છે, જ્યારે સાણંદ-બાવળા રોડ પર અકસ્માતમાં એકનું મોત થયું છે.

સુરેન્દ્રનગર જુદા જુદા બે અકસ્માતોમાં 4ના મોત થયા છે. પાટડીમાં અકસ્માતના બે બનાવોમાં 4ના કમકમાટીભર્યા મોત થયા છે. પાટડીના માલવણ હાઈવે પર ટ્રક પાછળ ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક પાછળ ટ્રેલર ઘુસી જતા બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે દસાડાના વડગામ ખાતે ઢોરની અડફેટે બાઈક સવાર 2 યુવાનોના મોત થયા છે.

અમદાવાદના સાણંદ-બાવળા રોડ પર અકસ્માત સર્જાયો હતો. સોયલા ગામ નજીક રિક્ષા-ડમ્પર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સાણંદના સોયલા ગામના યુવકનું મૃત્યુ કમકમાટી ભર્યું મોત થયું છે