ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં પાકિસ્તાન અને નેપાળ કરતાં પણ ભારતના હાલ ખરાબ દર્શાવાયા, સરકારે કહ્યું- સાવ ખોટા છે આંકડા

Contact News Publisher

2023 માટે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ  નો વાર્ષિક રિપોર્ટ આવી ગયો છે. 125 દેશોમાં ભારત 111મા નંબર પર છે. ભારતને 28.7 ના GHI સ્કોર સાથે ભૂખમરાના સંદર્ભમાં ગંભીર પરિસ્થિતિ તરીકે વર્ણવવામાં આવ્યું છે. વર્ષ 2023 માટે ગ્લોબલ હંગર ઈન્ડેક્સની યાદી ગુરુવારે  જાહેર કરવામાં આવી હતી. રિપોર્ટમાં ભારતના પડોશી દેશોની સ્થિતિ તેના કરતા સારી બતાવવામાં આવી છે. હંગર ઈન્ડેક્સની યાદીમાં પાકિસ્તાનનું રેન્કિંગ 102, બાંગ્લાદેશનું 81, નેપાળનું 69 અને શ્રીલંકાનું 60 છે. જો જોવામાં આવે તો સમગ્ર દક્ષિણ એશિયામાં ભારત માત્ર અફઘાનિસ્તાનથી ઉપર છે. તાલિબાન શાસિત અફઘાનિસ્તાન યાદીમાં 114મા ક્રમે છે.

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ ગ્લોબલ હંગર ઈન્ડેક્સની ટીકા કરી છે અને આંકડાઓનો અસ્વીકાર કર્યો છે. મંત્રાલયે કહ્યું કે સંબંધિત NGOએ હંગર ઈન્ડેક્સ માટે ખોટી રીતે મેપિંગ કર્યું હતું. આ તેમનો દૂષિત ઈરાદો દર્શાવે છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ભારત 29.1ના સ્કોર સાથે 121 દેશોમાં 107માં સ્થાને હતું. બે NGOs, Concern World Wide of Ireland અને WelthHungerLife germany એ આ વખતે પણ રેન્કિંગ બહાર પાડ્યું છે.

ભારત સરકારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2023ના રિપોર્ટને ખોટો અને ભ્રામક ગણાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે વૈશ્વિક ભૂખ સૂચકાંક ભારતની સાચી અને વાસ્તવિક સ્થિતિને પ્રતિબિંબિત કરતું નથી. મંત્રાલયે આરોપ લગાવ્યો કે આ દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે.