વધુ 2 યુવકોને હાર્ટ એટેક આવતા મોત, એકને પૈસા ઉડાડતા તો બીજાને દવા લેવા જતી વખતે ઉપડ્યો દુખાવો

Contact News Publisher

કોરોનાકાળ બાદ સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઇને મેડિકલજગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવ્યા છે. જેમાંથી અમરેલીના બાબરા અને જામનગરમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા છે.