‘અમે શ્રીરામની મર્યાદા પણ જાણીએ છીએ અને સીમાઓની રક્ષા પણ’- રામલીલામાં બોલ્યાં PM મોદી

Contact News Publisher

અસત્ય પર સત્યના વિજયના પ્રતિક બનેલા એવા વિજયા દશમી (દશેરા) પર્વની દિલ્હી સહિત સમગ્ર દેશભરમાં ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. વિજયા દશમીના તહેવારમાં રાવણના પૂતળા બાળકનો રિવાજ છે. આ વખતના દશેરામાં પણ દિલ્હી સહિત દેશમાં અનેક ઠેકાણે રાવણના પૂતળાના દહન કરાયું હતું.

દિલ્હીના દ્વારકામાં આવેલા રામલીલા મેદાનમાં પ્રધાનમંત્રી મોદીએ દશેરા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સૌથી પહેલા પીએમ મોદીએ નાટક મંડળીમાં રામ-લક્ષ્મણ અને સીતા બનેલાની આરતી ઉતારી હતી. ત્યાર બાદ સામે ઊભા કરવામાં આવેલા રાવણના વિશાળ પૂતળાને આગ ચાંપી હતી. આગ ચાંપતા જ રાવણનું પૂતળું ભડભડ કરતું સળગી ઉઠ્યું હતું.

રામલીલા મેદાનમાં દશેરાના કાર્યક્રમને નિહાળવા લોકોની મોટી ભીડ જામી હતી.

રાવણ પૂતળાના દહન પહેલા પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કર્યું હતું. પીએમે કહ્યું કે અમે શ્રીરામની મર્યાદા પણ જાણીએ છીએ અને સીમાઓની રક્ષા પણ જાણીએ છીએ’

પીએમ મોદીએ કહ્યું, “આજે આપણને ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થતું જોવાનું સૌભાગ્ય મળ્યું છે. અયોધ્યામાં આગામી સમયમાં રામનવમી પર લોકો માટે આનંદની ક્ષણ હશે. ભગવાન રામને રામ મંદિરમાં વાસ કરવા માટે માત્ર થોડા મહિના જ બાકી છે. સદીઓ પછી ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થશે. પીએમ મોદીએ કહ્યું કે આજે ચંદ્ર પર ભારતની જીત થઈ છે. થોડા અઠવાડિયા પહેલા સંસદના નવા બિલ્ડીંગમાં પ્રવેશ કર્યો હતો. નારી શક્તિ કાયદો પસાર થયો છે, દુનિયા જોઈ રહી છે કે તે લોકશાહીની માતા છે.આ તહેવાર આપણા માટે સંકલ્પોનો તહેવાર છે. આખી દુનિયા ભારતની તાકાત જોઈ રહી છે. ભગવાન રામને રામ મંદિરમાં બિરાજમાન થવામાં હવે થોડા મહિના જ બાકી છે. એ આનંદની કલ્પના કરો જ્યારે સદીઓ પછી રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થશે. આજે ભારતે ચંદ્ર પર વિજય મેળવ્યો છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યું, આપણે યાદ રાખવું જોઈએ કે રાવણનું દહન માત્ર પૂતળાનું ન હોવું જોઈએ. આ સળગતી વિકૃતિ છે જે સમાજને જાતિ અને ધર્મના આધારે વહેંચવાનું કામ કરે છે. આવનારા 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આખી દુનિયા ભારત પર નજર રાખી રહી છે અને આપણી ક્ષમતા જોઈ રહી છે. હવે આપણે આરામ કરવાની જરૂર નથી