ગુજરાતમાં હાર્ટ એટેકનો દાવાનળ ફાટ્યો : માત્ર નવરાત્રિ હાર્ટ અટેકથી 36 લોકોનાં થયા મોત

Contact News Publisher

ગુજરાતમાં કોરોના બાદ હાર્ટ એટેકનો દાવાનળ ફાટ્યો છે. આંકડા અનુસાર, નવરાત્રિ દરમિયાન હાર્ટ અટેકથી રાજ્યમાં 36 વ્યક્તિઓના મોત થયા છે. તો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 16 લોકોના હાર્ટ અટેકથી મોત નિપજ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ 15 લોકોનો હાર્ટ અટેકે ભોગ લીધો છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં 2 અને અમદાવાદમાં 3 લોકોના મોત થયા છે. સારવારનો સમય જ ન મળે એટલી ઝડપથી સિવિયર અટેકના કેસ વધી રહ્યાં છે. ખાસ કરીને આ નવરાત્રિ જીવલેણ સાબિત થઈ છે. નવરાત્રિમાં સાંજે 6થી રાત્રે 2 વાગ્યા સુધી હ્રદયરોગના 766 કેસ નોંધાયા છે. 9 દિવસમાં 8 કલાકના સમયમાં સરેરાશ 85 ઈમરજન્સી કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં છેલ્લા નોરતે સૌથી વધુ 32 કાર્ડિયાક ઈમરજન્સી આવી છે.

નવરાત્રિ દરમિયાન હાર્ટ અટેકથી રાજ્યમાં 36 વ્યક્તિઓનાં મૃત્યુ થવા એ કોઈ નાનો આંકડો નથી. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સાંજે 6 થી રાતે 2 વાગ્યા સુધી હૃદયરોગના 766 કેસ નોંધાયા છે. 9 દિવસમાં માત્ર આ 8 કલાકના ગાળામાં જ 85 ઈમરજન્સી નોંધાયા છે. તો એકલા અમાદવાદમાં છેલ્લા નોરતે સૌથી વધુ 32 કાર્ડિયાક ઈમરજન્સી આવી છે. કાર્ડિયાક ઉપરાંત વાહન અકસ્માત, ચક્કર ખાઈે પડી જવું સહિતના રોજના સરેરાશ 4161 કેસ માત્ર 8 કલાકના ગાળામાં આવતા હતા. ગુજરાતમાં શ્વાસ લેવા સંબંધિત તકલીફના સરેરાશ 98 કોલ્સ નોંધાયા છે.

ગુજરાતમાં હાર્ટએટેક હવે ચિંતાજનક વિષય બની રહ્યો છે. આટલા ટૂંકા ગાળામાં હાર્ટ એટેકથી ટપોટપ મોતના કારણો લોકોમાં ચિંતા જગાવી રહ્યાં છે. કામ કરતા ઢળી પડવું, ગરબા રમતા ઢળી પડવું તેવા કિસ્સામાં લોકો તત્કાલ મોતને ભેટી રહ્યાં છે. આ હાર્ટએટેક એટલો સિવિયર હોય છે કે લોકોને સારવાર મળતા પહેલા જ તેનું દિલ જવાબ આપી દે છે. આ મોટાભાગના કિસ્સામાં ઉંમર 50 વર્ષથી નીચેની છે.