મુન્દ્રા પોર્ટ પરથી DRIએ ઝડપી અંદાજિત 4 કરોડની સોપારી, સ્ક્રેપ ટાયરના નામે માલ દુબઇથી મંગાવાતો

Contact News Publisher

 કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી વધુ એક સોપારીકાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સએ સોપારી સ્મગલિંગના વધુ એક કારસાને રંગે હાથે ઝડપી પાડ્યો છે. DRIએ દુબઈથી સ્ક્રેપ ટાયરના ઓથા હેઠળ ભારતમાં મોકલવામાં આવેલી કરોડોની સોપારી ઝડપી પાડી છે. ઝડપાયેલી સોપારીની કિંમત 4 કરોડ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હાલ DRI દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. DRIની કામગીરીથી દાણચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.