મોહન યાદવ MPના નવા મુખ્યમંત્રી, બીજા રાજ્યમાં નવા ચહેરાને તક, આવતીકાલે રાજસ્થાનનો વારો

Contact News Publisher

છત્તીસગઢની જેમ મધ્યપ્રદેશની ગાદી પણ નવા ચહેરાને આપવામાં આવી છે. ઉજ્જેન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવને રાજ્યના નવા સીએમ જાહેર કરાયા છે. રાજધાની ભોપાલમાં બપોરે 3.15 વાગ્યે ત્રણ નિરીક્ષકો – હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર, રાષ્ટ્રીય સચિવ આશા લાકરા અને રાજ્યસભાના સાંસદ કે લક્ષ્મણની હાજરીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી જેમાં તેમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

બેઠક પહેલા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું એક ફોટો સેશન યોજાયું હતું. એમપીમાં ભાજપને 163 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને 66 અને અન્યને એક બેઠક મળી છે.

મધ્યપ્રદેશ પહેલા ગઈ કાલે ભાજપે છત્તીસગઢના સીએમ પણ જાહેર કર્યાં હતા. છત્તીસગઢમાં આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયને સીએમ બનાવાયા છે.

એમપીના સીએમ માટે કુલ 6 દાવેદાર હતા જેમાં તોમર, શિવરાજસિંહ ચોહાણ, પ્રહલાદ પટેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કૈલાશ વિજયવર્ગીય સામેલ હતા.

છત્તીસગઢ-મધ્યપ્રદેશ બાદ હવે આવતીકાલે રાજસ્થાનના સીએમનું નામ જાહેર થશે. આવતીકાલે જયપુરમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક છે જેમાં સીએમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.