એક જ્ઞાન મને પણ ચાની રેંકડી ઉપર થયું કે ” ચા ” અને ” ફેંકવું ” એ બંને વચ્ચે સીધો સંબંધ લાગે છે.

Contact News Publisher

               (કોલમ : ફેકમ ફેક 

  • જામ જયમલસિંહ એ.બી. જાડેજા)

આપ સૌનો અનુભવ હશે કે સૌથી મોટા જ્ઞાની ચા ની કીટલી (આપણે અહીંયા ચા ની રેંકડી કેવાય) ત્યાં જ મળતા હોય છે ! આ તમામ જ્ઞાની ફેંકવામાં માપ મેજર રાખતા હોતા નથી, પતંગની ભાષામાં કહીએ તો વામવામાં તેઓ માસ્ટર હોય છે, એટલે ચા ની રેકડીએ થતી વાતોની ગંભીરતા બહુ લેવી નહીં; હા ખાલી મોજ કરી લેવાની સાંભળી ને.

મારા એક મિત્રની આ ફેંકવાની આદત જોઈને મનેય એક કોલમ લખવાની પ્રેરણા મળી, એનું ટાઈટલ શું રાખવું એ વિચારમાં ખાસો એવો સમય ગયો , અને અચાનક એક દી’ ચા ની રેકડીએ એક નામ સ્ફુર્યું : ” ફેકમ ફેક “

કેવું લાગ્યું આપને નામ કૉમેન્ટ્સમાં જરૂર લખશો.

એક જ્ઞાન મને પણ ચાની રેંકડી ઉપર થયું કે ” ચા ” અને ” ફેંકવું ” એ બંને વચ્ચે સીધો સંબંધ લાગે છે.

સાચું કહું તો મનેય ચા પીવાની બહુ ટેવ , હવે તો સુગર એટલી ઘૂસી ગઈ કે ચરબીમાં કન્વર્ટ થઈ છે, હા ફાંદ નીકળી ગઈ.

ફાંદ થી એક બીજી વાત યાદ આવી , ” પેટમાં વાત ન રહેવી ” એક મુહાવરો આપણે ત્યાં પ્રચલિત છે.

કોમ્યુટર વિષયમાં એક શબ્દ પ્રચલિત છે : ડેટા ટ્રાન્સફર .

એક ઉપકરણ માંથી બીજા ઉપકરણ માં વિગતો મોકલવી એટલે ડેટા ટ્રાન્સફર .

નિંદા અને કુથલી શબ્દ ખોટા વગોવાઈ ગયા છે, સ્ત્રીઓ જ્યારે ડેટા ટ્રાન્સફર  (કાનાફુસી) કરે તો એને નિર્દોષ ગણવી જોઈએ, એમાં ક્ષણિક આનંદ હોય છે.

પણ ઘણીવાર એવું ન પણ હોય, રામાયણમાં મંથરાએ કૈકેયીને ડેટા ટ્રાન્સફર કર્યા , ફાઈલો એટલી વાયરસ વાળી હતી કે ; રામ , સીતા અને લક્ષ્મણને 14 વર્ષ વનવાસ જવું પડ્યું.

એટલે કાનાફુસી થાય ત્યાં સુધી ચાલે પણ જો એ કાન ભંમભેરણી બની જાય તો ડખ્ખો પેદા કરે.

વિષય ઉપર આવું તો ફેકમ ફેક કરવામાં કોઈ GST લાગતી નથી.

ભારતમાં સરપંચ થી સાંસદ સુધી ફેકમ ફેકમાં માસ્ટર છે, જેવું જેનું કદ , એવું એનું ફેંકવું.

આજે મારેય થોડી ફેંકવાની ઈચ્છા થઈ છે – જોકે એ નિર્દોષ હશે – ખાલી મોજ કરવાની.

2022 માં કચ્છમાં કોને ટીકીટ મળશે એવી ફેકમ ફેક મેં ભુજની એક ચા ની લારીએ સાંભળી , ટાઈમ પાસ થયો અને મફતમાં મજા મળી એ બોનસમાં.

રાપરમાં કોણ ઊભશે ? (જોકે ભાજપનાં કોઈ નેતા વિશે એમ કહેવું કે એ ઊભશે એ થોડું વધારે કહેવાય , હાઇકમાન્ડ કે ઈ હાચું), હા, તો રાપરમાં કોને ઊભા રાખવામાં આવશે? માંડવીમાં ભાજપમાં બાપુ રિપીટ થશે કે રાપર જશે ?

સાલું એક વાત સ્વીકારવી પડે કે રાજકારણ અને ક્રિકેટ આ બે વિષય ક્યાંક છાનાં ન રહે – એક શબ્દ જાણીતો છે સ્મશાન વૈરાગ્ય ! કોઈની અંતિમ યાત્રામાં આપ ગયા હશો તો આપનો અનુભવ હશે , મુખાઅગ્નિ અપાય ત્યાં સુધી જ બસ…. અરે સંસાર તો અસાર છે , બધાને જવાનું જ છે , ભાઈ બધું અહીંજ પડ્યું રહેશે , ખોટી દોડધામ છે બધી…. વગેરે વગેરે… આ કહેવાય સ્મશાન વૈરાગ્ય….

બસ પછી બધા ધીમે ધીમે લાગે વિખેરાવા , બીડી વારો બીડી વારા પાસે , રાજકારણી રાજકારણી પાસે , ધંધા વારો ધંધા વારા પાસે ગોઠવાઈ જાય, એમાંય ઘણાં વરી બધાને લાભ આપે , બધે થોડી થોડી વાર બેસે અને ડેટા ટ્રાન્સફર કે ચર્ચામાં જોડાઈ જાય ! 

હા , તો અંતિમ યાત્રામાં પણ આપણે ક્રિકેટ અને રાજકારણનાં રસને દબાવી નથી શકતા. આને કરુણતા કહેવી કે કઠણાઈ ? નકકી આપ કરી કૉમેન્ટ્સમાં જણાવશો.

આવીએ ફરી ચા ની કેબિને : 

માંડવી ભાજપમાં કંઈક કાળા ધોળું છે હો !

એમ શું થયું ?

બસ શરૂ ફેકમ ફેક..

જોયું નહીં માંડવી નવાં રુકમાવતી પુલનાં ઉદ્ઘાટનમાં ભાજપ અને સરકારનાં માણસો ગેરહાજર હતા,

કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, માંડવી પૂર્વ ધારાસભ્ય તારાચંદ ભાઇ છેડા , સાંસદ વિનોદભાઈ ચાવડા દેખાણા જ નહીં.

અરે કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી અને માંડવી જ રહેતાં અનિરુદ્ધ દવે પણ ઘેર હાજર હતા. 

ફેકમ ફેકનો દોર આગળ ધપ્યો..

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ , ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી , ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ગુજરાત ઉપ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ જ્યારે પુલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતા હોય અને સ્થાનિક ભાજપનાં કોઈ અગ્રણી નેતા દેખાયા નહીં , જોયું નહીં તમે ?

ફેકમ ફેક વચ્ચે અજીબ સન્નાટો છવાઈ ગયો.

બોલો બોલો ભાજપનાં નેતા કેમ  ઘેર હાજર હતા?

ભાજપમાં કાઇક તો ભાંગજડ છે જ…જોકે આ ભાંગજડ શબ્દનું અંગ્રેજી ટ્રાન્સલેશન કર્યું પણ સાલું થયું નહીં…. Google પણ અવાક!

હા વિખવાદ કહ્યું હોત તો એનું ભાષાંતર થયું હોત.

પણ સમજાયું ગયું કે ફેંકનાર શું કહેવા માંગે છે.

શું લાગે છે ભુજમાં કોણ ઊભશે ? (અરે ભાઈ ઊભશે નહીં , કોને ઊભા રાખશે ? વચ્ચે એક જણાએ ટાપ્સી પુરાવી.) હા ,તો ભુજમાં ડો. નીમાબેન તો હવે ઊભા રહેશે નહિં – કારણ તેઓ હવે બીજા માટે જગ્યા ખાલી કરશે ;

ત્યાં જ વચ્ચે ચાની ચૂસકી લેતો બીજો ટપકયો : તો તો વાસણ ભાઈ પણ સિનિયર છે , શું એ પણ બીજા માટે બલિદાન આપશે ?

ગરમાગરમ ચા વચ્ચે ફેકમ ફેક માંથી પણ હવે ધુમાડા નીકળવા શરૂ થઈ ગયા હતા…

ત્યાં જ આ બધું છેટે બેસીને કાન દઈને ફેકમ ફેક ની મફતમાં મજા લેનાર અને આ તમામ ડેટા આપ વાચક સુધી પહોંચાડનારનો ફોન રણક્યો … 

હાલો હાલો home minister નો ફોન છે,

મનમાં બબડતો બબડતો ફોન રિસીવ કર્યો : બસ આયવો , રસ્તામાં જ છું…

(To be Continue….)

 

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *