શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ અચેતા પાછા , બધા એકસાથે એની સામે તાકી રહ્યા !

Contact News Publisher

ફેકમ ફેક – #જામ જયમલસિંહ એ.બી. જાડેજા.

 

મંદી ભલે આખા ભારતમાં હોય , ચા ની લારીએ (અમદાવાદમાં ચા ની કીટલી કેવાય) ક્યારેય મંદી ન હોય, હાલ શબ્દોનું ધર્મ પરિવર્તન કરવાનો મને શોખ જાગ્યો છે, જોકે ધર્મ પરિવર્તનની તરફેણ હું કરતો નથી; ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે : શ્રેયાન સ્વધર્મો વિગુનઃ, પરધર્મતસ્વનુષ્ટિતા ત !

સ્વધર્મ નિધનમ શ્રોય: પર્ધર્મો ભયાવહ: !!

મતલબ કે જેવો છે એવો પણ એ મારો ધર્મ છે , અને એમાં મરી જવું પણ શ્રેષ્ઠ છે. 

લોકોનાં ધર્મ પરિવર્તનની વાત નથી , આ તો ગુજરાતી શબ્દને અંગ્રેજીમાં ભાષાંતર કરવાની વાત કરું છું,

જોકે આજકાલ google દગો આપી દે અથવા ભોંઠા પણ પાડી દે.

વાત મંદી થઈ શરૂ થઈ છે , મેં મંદીનું ધર્મપરિવર્તન કરવાનો પ્રયત્ન કર્યો , તો મંદી નું મોદી થઈ ગયું !

વાત 100 રૂપિયા પેટ્રોલ કે ડીઝલની કરવામાં મને રસ છે જ નહિં.

આ મોદી ની વાત આવી એટલે દેશની પથારી ફેરવનાર વ્યક્તિનો ચેહરો નજર સામે આવી ગયો.

હા નીરવ મોદીનો ચેહરો – 

હું આ બધું મનમાં બબડતો બબડતો અડધી ચા ની રાડ પાડી : ખાવડાઈ અડધી હલાઈજા, ભુજમાં ઘણાં સરસ ચા પીવાના સ્થળ છે, જેમાં ખાવડાઈ પણ ખરાજ.

મારી બાજુમાં કાનાફુસી ચાલુ હતી Means data transfer..

હેં ,સાંભળ્યું આજે નીરવ મોદીએ કહ્યું કે મારું માનસિક સ્વાસ્થ્ય સારું નથી, એટલે મને ભારત ન મોકલો !

લે, કેવી ગાંડા જેવી વાત કરશ , બાજુમાં બીજો ચા ની ચુસ્કી લેતો બોલ્યો :  કેમ ભારતમાં કોઈ માનસિક સ્વસ્થ નથી ?

ઈ મોટા માણસોને ખબર હો , ત્રીજો રકાબીમાં ચા નાંખતો બોલ્યો.

ઈ તો બધું ઠીક પણ આ મંદીમાં લોકો પરેશાન થઈ ગયા છે, પહેલો વાત પૂરી કરે ત્યાં જ એની વાત કાપતાં બાજુમાં બેઠેલ આંખ ઝીણી કરીને બોલ્યો સાંભળ્યું સ્વીઝરલેન્ડ કોર્ટ નાં મહિલા જજે એક બળાત્કારીની સજા 4 વર્ષ અને 3 મહિના હતી તે ઘટાડીને 3 વર્ષ કરી , જેને લઈને હજારો લોકો કોર્ટ સામે ઉતરી આવ્યા,

પણ સજા ઓછી કેમ કરી જજ સાહેબે?

વિચિત્ર ચુકાદો આપ્યો મેડમે , બાજુવારો ગુસ્સામાં બોલ્યો : મહિલા જજે કહ્યું કે બળાત્કાર માત્ર 11 મિનિટ ચાલ્યો અને પીડિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ નથી!

ઓહઃ એની…. પાછળ ઊભો ઊભો એક ગામડાનો માણસ એટલું જ બોલી શક્યો , પણ હાજર બધા એનાં ગુસ્સાને સમજી ગયા.

થોડીવાર જોઈ બોલ્યું નહીં, પણ વચ્ચે થી આવેલ અને અત્યાર સુધી શું ચર્ચા ચાલતી હતી એનાંથી અજાણ ભાઈએ બધાને જય માતાજી કરીને ચા ની રાડ પાડી અને શરૂ થયા :પોલીસ ભૂતકાળનાં ગુન્હાહિત લોકોને સુધરવા નહીં દે કે શુ ?

પોતેજ પ્રશ્ન પૂછ્યો અને પોતેજ જવાબ આપ્યો : અરે યાર એક દેશી દારૂ બનાવતો બુટલેગર હવે દારૂ વેચવાનો ધંધો બંધ કરી નાંખ્યો છે તોય પોલીસ એની જાન નથી છોડતી….

ખોટા કેસ કરવાની ધમકી આપીને સુધરવા જઈ રહેલા માણસને ફરી આ ધંધામાં ધકેલી દેશે મને તો એમ લાગે છે,

ઊભા થતાં એક જણે કહ્યું :

એવું દરેક વખતે ન હોય , આ તો પોલીસને બદનામ કરવાનું કરતુત પણ હોઈ શકે

હ.મમ બાજુ વારો એટલું જ બોલ્યો.

ખાવડાઈનો માણસ ચા આપી જવાને બદલે થોડી વાર ઊભો રહ્યો કે કંઈક ચર્ચા સાંભળી લઉં ઘડીક;

કોઈ બોલ્યું નહીં તો એણે જ જાણે સ્ટાર્ટ આપ્યો હોય એમ બોલ્યો : કોરો હલેતો રાજકારણ મેં અજ કાલ ?

કોઈએ રિસ્પોન્સ ન આપ્યો તો એણે જ શરૂ કર્યું પોતાનું રાજકીય જ્ઞાન !

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ અચેતા પાછા , બધા એકસાથે એની સામે તાકી રહ્યા !

પ્રિયંકા ગાંધીએ બાપુને બોલાવીને કહી દીધું કે તમને 2022 માં 15 સીટ આપી દેશું , એને જીતડવાની જવાબદારી તમારી , અને સચો ચા અભડાશે મેં પણ બાપુ પેંઢજે માડુ કે ઓભીયારિંધા. 

પ્રિયંકા ભેંણ બાપુ કે ચ્યો આય :  પોય આંકે 2024 મેં ધેલી (દિલ્હી) બોલાઈ ગેનબો, અને ફરી ઐ મિનિસ્ટર ભનધા, પેલે વારી જી કાપડ મંત્રી વા ઈ. કચ્છી ગુજરાતી મિક્સમાં બરાબર ફેકવાનું ચાલું હતું .

ખાવડાઈનાં માણસે ફેકમ ફેક શરૂ કરી , સાચું કહું તો રસ બધાને જાગ્યો પણ ખરો,

પણ રંગ માં ભંગ પડ્યો અને ખાવડાઈએ રાડ પાડી – એ હલ હલ ધંધે લગ , આવૈ રાજકારણ વારી..

જોકે માહોલ હવે બની ગયો હતો,

  સંસદમાં ઓબીસી અનામત વિધેયક ને મંજૂરી

અનામત , મહારાષ્ટ્રમાં મરાઠા , ગુજરાતમાં પટેલ, કર્ણાટકમાં લિંગાયત , હરિયાણામાં જાટ, અન્ય પછાત વર્ગ ઓબીસી માં સામેલ કરવાનો મોકો

    લે આ તો ગજબ થઈ , વાત તો હતી એક એક રાષ્ટ્ર – એક કાયદો અને સમાન હક્કની,

આ તો રાજ્યમાં પણ જાતિઓનાં ભાગલા,

ઓબીસી અનામત વિધેયક ને એક અવાજે મંજૂરી,

હવે તો કમસેકમ જ્ઞાતિ માંથી બહાર આવીને જે સાચે જરૂરતમંદ છે એને જ અનામત મળવી જોઈએ,

હવે થશે એવું કે જે અગાઉથી પિસાયેલો છે એ વધુ પીસાશે!

કપ હેઠો મુકતા એકી શ્વાસે મારી આગળ ઉભેલ શિક્ષક જેવા લાગતા વ્યક્તિ બોલી ગયા.

ના હો એવું ન હોય સરકાર કર્યું હશે તો વિચારીને જ કર્યું હશે – છેલ્લે પાટલે બેઠેલ પોતાનું જ્ઞાન છતું કર્યું.

અરે એવું કંઈ ન હોય , રાજકારણ છે બધું , વોટનું રાજકારણ , વચ્ચે થી વાત કાપી સ્કુટરને કીક મારી ભાઈ હાલતા થઈ ગયા.

આજે ચા જેમ ખોટવાયેલા ગેસ સ્ટવને કારણે ગરમ – ઠંડી થયા કરે એમ આજે ફેકમ ફેક પણ ગરમ અને ઠંડી થયા કરી…

મને પણ કામ યાદ આવ્યું , એટલે આપણે પણ થયા રવાનાં.

જોકે ચર્ચા રહેશે 

to be continue….

 

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *