અમુક ભાજપી નેતાઓ મોદી સાહેબની સફેદ અને વધેલી દાઢીમાં ધૂળ નાંખી રહ્યા છે / મહામહેનતે ઊભો થયેલ ગઢ ઘરનાં જ ધ્વસ્ત કરશે !

Contact News Publisher

ફેકમ ફેક : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

 

આપા ધાપી અને દોડધામ વચ્ચે દરેક વ્યક્તિ પોતાને કોઈને કોઈ ખીંટીએ ટીંગાડતો હોય છે , એ ખીંટી દૃશ્ય અને અદૃશ્ય પણ હોય છે.

ઘણાં લોકો ધાર્મિક સ્થળે જઈ ધર્મ નામની ખીંટીમાં પોતાની જાતને ટીંગાડે છે , તો કોઈ વાઈન બારમાં ,કોઈ ડાન્સ બારમાં , કોઈ કલબમાં તો કોઈ ચા ની કેબિને જઈ પોતાને ઘડીક ટીંગાડી ને રાહત અનુભવતો હોય છે.

જવાનું ખૂદ પોતાને જ છે, ભલે થોડો સમય અલગ અલગ ખીંટીએ ટીંગાઈને આપણે આપણી જાત સાથે છેતરપીંડી કરી લેતાં હોઈએ છીએ , પણ કામ કોઈ જ ઉપરની ખીંટી આવવાની નથી એ હું છાતી ઠોકીને કહું છું.

આજે મારી અંદર અચાનક અધ્યાત્મનો કીડો સળવળાટ કરવા લાગ્યો હતો , અને આવું મનમાં ને મનમાં બબડતો બબડતો હું ય પહોંચ્યો મારી જાતને ઘડીક વાર ટીંગાડવા.

અનેક બનાવો આજે મગજ ફેરવી નાખ્યું હતું,

પરબત બાપાનાં રંગરેલીયાથી લઈને માસૂમ બાળકને એની જ માતાએ એને ઓશીકું દબાવીને મારી નાંખ્યો ,કારણ એને વાંચતા નતું આવડતું!

ક્યાં જઈ રહ્યા છીએ આપણે ? શું કરી રહ્યા છીએ આપણે ?

મને લાગે છે એકવાર પણ આવો વિચાર કોઈને નહીં આવતો હોય, 

યંત્રવત – બધું જ યંત્રવત , જેમ ચા વારો ચા બનાવે, કિટલીમાં નાંખે , ફરી તપેલી ચડાવે ફરી ચા ઉકાળે…

બસ આવું જ આપણું પણ છે..

હું કોઈ જ ચર્ચાનાં મૂડમાં નતો આજે,

એક ભાઈ મારી સામેની પાટલીએ બેસીને મારા મૂડની ચિંતા કર્યા વગર જ ચાલુ થઈ ગયા:

સબકા સાથ , સબકા વિકાસ ,

અચ્છે દિન આયેંગે,

આવા સૂત્ર આપનાર મોદી સાહેબની લાંબી અને સફેદ દાઢીમાં ધૂળ નાંખતા ભાજપી નેતાઓ કયારે સુધરશે ?

પેલા ભાઈએ પ્રશ્ન કરીને હું જવાબ આપું એની રાહ જોઈ , મેં સામું જોયું બસ – જવાબ ન આપ્યો.

અરે નામ ડૂબાડશે ભાજપ અને મોદીનું ; બાજુમાં જ ચાનો કપ હાથમાં લઈને ભાઈ બોલ્યા : ” ગઢા ડાટ વારે ” – મારાથી ખોટી કહેવત સાંભળી ન રહેવાયું , મેં કહ્યું : ” ગઢા ગડા વારે ” એમ છે,

ઓલા ભાઈ સરકીને સ્હેજ મારી બાજુમાં આવી ગયા અને જાણે લીલી ઝંડી મળી હોય એમ બોલ્યા : વાત આપની સાચી છે , પણ આજનાં ડોસલાઓનાં કરતુત જોઈને એમજ કહેવાય ગઢા ડાટ વારે…

ભાઈ સાચા હતા,

આજે સમગ્ર ગુજરાતમાં અને સંભવ છે દિલ્હીમાં પણ ચાર પાંચ જે ગુજરાતી બેઠા છે એમની પાસે એક જ મુદ્દો હશે – પરબત બાપા નો સેક્સી વીડિયો.

પરબત પટેલને આપ ઓળખતા હશો ;

ભાજપના બનાસકાંઠા નાં સાંસદ અને પૂર્વ મંત્રી પરબત પટેલ પોતાની દીકરી જેટલી ઉંમરની યુવતી સાથે રંગરેલીયા કરતાં હોય એવો 4 મિનિટનો , એ ભાઈ ચાર મિનિટ નહીં હો –  4.6 મિનિટનો વીડિયો છે ; વચ્ચેથી જ એક જણે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું.

હા 4.6 મીનીટનો વીડિયો વાયરલ થયો.

એક યુવતી પરબત કાકા નાં ખોળા માં બેઠી છે, કાકા હાથ ફેરો કરે છે, એટલું જ નહીં આ સમગ્ર ઘટનાં એક ત્રીજો પીળાં કલર નો શર્ટ પહેરેલ વ્યક્તિ આ સમગ્ર કાળી કરતુત રેકોર્ડિંગ કરે છે, રેકોર્ડિંગ કરે છે એટલું જ નહીં એ યુવતિ કે છોકરીની પેન્ટનો બેલ્ટ પણ ખોલી આપે છે…. છી …..

પણ વીડિયો તો આજે જ વાયરલ થઈ ગયો
આપ નાં નેતા મગાભાઈ પટેલે આ વીડિયો 15 ઓગષ્ટ વાયરલ કરવાની વાત કરેલી

છોકરી કે યુવતિ પછી પરોક્ષ રીતે આગળ વધુ બાકી રહેલાં કપડાં (આંતરવસ્ત્ર) ન ઉતરે એ માટે હાથ થી પકડી રાખે છે , પણ પેલો પીળાં શર્ટ વારો વ્યક્તિ રીતસરની જબરજસ્તી કરતો દેખાય છે,

જેમ મીની પોર્ન શબ્દ આજે પ્રચલિત થયો છે,

એમ આ વીડિયો જોતાં એમ ચોક્કસ કહી શકાય કે આ પણ મીની બળાત્કાર જ છે!

છોકરી કે યુવતી કોણ છે?

એની શું મજબૂરી છે ?

એ થોડું હસે છે એ એની મજબૂરી છે કે પરાણે હસે છે , કે પછી એની સહમતિ છે ?

આ તમામ સવાલો તો છોકરી જાણે , પરબત બાપા જાણે અને ઓલો પીળાં શર્ટ વારો માણસ જાણે.

હવે જોવાનું એ રહ્યું કે જેમ કોઈ નાનાં કાર્યકર્તાને પાર્ટી આવા કરતૂતમાં સસ્પેન્ડ કરે છે , મધ્યમ હોદેદારનું રાજીનામું મંગાવી લેવાય છે ,પણ મોટા નેતાઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા હોય તો કૉમેન્ટ્સ માં જણાવશો.. આ બધું એકી ઝાટકે ચા ની ચુસ્કી મારીને ઝાડનાં ટેકે બેઠેલ ભાઈ બોલી ગયો.

થોડો ગણગણાટ પણ થયો કે હવે પરબત પટેલ કહે છે આ ખોટો વીડિયો છે, મેં આવું કોઈ કામ કર્યું જ નથી, મને બદનામ કરવા , અને રૂપિયા પડાવવા આ વીડિયો બનાવાયો છે!

તસવીરો જોઈને એમ ચોક્કસ લાગે કે પરબત કાકા આવું નહીં કર્યું હોય , પણ જે વીડિયો વાયરલ થયો છે એ જોતા લાગે છે કે બાપાએ ગઢપણ લજાવ્યું છે.

બાકી સત્ય શું એ તો તપાસનો વિષય છે.

છેલ્લી પાટલીએ ચા ની રાહ જોતો ખભે પછેડી નાંખીને બેથેલ માણસે વાત મુદાની કરી : મોદી સાહેબ કહે છે સાંસદો કેમ ગેરહાજર છે ?

એમને કોણ સમજાવે કે સાંસદો નથી સંસદ માં કે ઘેર (ગેરહાજર) એ તો રંગરેલીયા કરવા કાયમ હાજર છે.

આજે ઘણાં અખબારો અને TV માં આ સમાચાર છે ,ઘણા મીડિયાએ શરમ કે સંકોચ કે અન્ય કારણે નથી પણ લીધા આ સમાચાર.

પણ જે આવ્યા છે એની હેડલાઈન્સ કઈક આવી છે :

#બનાસકાંઠાના સાંસદ અને પૂર્વ મંત્રી પરબત પટેલનો કથિત અશ્લિલ વીડિયો વાયરલ.

#યુવતી સાથે કઢંગી હાલતમાં દેખાતો પુરૂષ પરબત પટેલ હોવાનો દાવો.

#મારા ફોટો સાથે એડિટિંગ કરી વીડિયો બનાવાયોઃ પરબતપટેલ

#2016થી રૂપિયા પડાવવા પ્રયાસો થાય છેઃપટેલ

રાજ્યના પૂર્વ સિંચાઈ મંત્રી છે પરબત પટેલ.

જોકે ટ્વીટરમાં લોકોએ નીચે મુજબની ટ્વિટ પણ કરી છે 

#2016 થી રૂપિયા પડાવવા નો પ્રયાસ કરતા હતા તો અત્યાર સુધી ચૂપ કેમ બેઠા?

#ફરિયાદ કેમ ના નોંધાવી? કે ફરિયાદ લીધી નહી?

#અને જો તમારા જેવા સાંસદ સભ્ય ને લોકો 6 વર્ષ થી હેરાન કરતા હોય અને તમારી જ સુરક્ષા ના હોય તો શાનો વિકાસ?

#શાનું સુરક્ષિત ગુજરાત?

#ગુજરાત ના રાજકારણ વર્ષો થી આવી પ્રથા ચાલુ આવી છે .. સરળ વ્યક્તિ અને નિખાલસ વ્યક્તિ ને સીધી રીતે પહોંચી નહીં વળતા આ કાવાદાવા કરી ને પછડાટ આપે છે.‌પરબત પટેલ હોય કે હાર્દિક પટેલ હોય કે પછી સંજયભાઈ જોષીજી ઈતિહાસ ગુજરાત ની જનતા એ જોયે લો છે.भगवान के घर देर जरुर है लेकिन अंधेरे नहीं है

અંતે જતાં જતાં એક કરુણ હકીકત પણ કહીને આજની વાતને વિરામ.

નાસિકમાં લાલબત્તી સમાન ઘટના બની, સાડા ત્રણ વર્ષનું બાળક બરાબર વાંચી શકતું ન હતું તો માતા ગુસ્સે ભરાઈને બાળકનું મોઢું ઓશિકા થી દબાવી મારી નાંખ્યો હતો, બાદમાં તેણે પણ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આપણે એવું તે કયું ગાંડપણ છે કે આપણાં અધૂરાં સપનાં આપણે આપણાં બાળકોમાં જોઈ રહ્યા છીએ?

બાળકોએ ઠેકો લીધો છે તમારાં સ્વપન કે તમારો ઈગો પૂરો કરવાનો ?

નથી બનવું એને ડૉક્ટર-ઈજનેર કે કલેકટર,

એને જે બનવું હોય એ બનવા દો, આજે નહિ વાંચે તો કાલે વાંચી લેશે, આજે નિષ્ફળ છે તો કાલે સફળ થશે, અરે આ દોડ માં સફળ ન પણ થયો પણ એક સારો માણસ થવામાં સફળ થાય તોય ભયોભયો,

આમેય આજે સારાં માણસની જ ખોટ છે આ પૃથ્વીને, બાકી MLA, MP , Collector , Engineer , Businessman , ઘણાં છે અને થશે,

બસ આપણે નિર્દોષ માનવી બનાવીએ હવે….

 

To be Continue…

 

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *