નવોદિત પત્રકાર બોલ્યો : હું મારું પોતાનું છાપું શરૂ કરીશ અને એનું નામ રાખીશ Twitter

Contact News Publisher

ફેકમ ફેક – જામ જયમલસિંહ એ.બી. જાડેજા

 

 બાંકડે બેઠેલ વ્યક્તિ ચાય પે ચર્ચા નાં મૂડમાં ન દેખાઈને જાણે ચાય પે વિવાદ કરવાની તૈયારીમાં દેખાયો, ગુસ્સે ભરાઈને બોલ્યો : અરે ભૂલ કરી અને હવે સ્વીકારો પણ નહીં – આ તો ચોરી અને સામે મૂળસાઈ !

એણે કહેવત ખોટી બોલી , ખરેખર છે : ચોરી અને માથે સીનાચોરી… પણ હું એને સાચી કહેવત કહીને હાલની સ્થતિ અને સંજોગો જોતાં મેં એની ખોટી કહેવત પણ સ્વીકારી લીધી.

પીઠ કરેલ વ્યક્તિને પણ જાણે રસ જાગ્યો હોય એમ ફરીને પેલા ભાઈને ચસ ચડાવતો હોય એમ : કેમ શું થયું ? કોણ ચોરી કરીને મુળસાઈ કરે છે?

અરે વિરુ , બીજું કોણ ?

આ વિરુ કોણ ? 

અરે વિજય રૂપાણી , બીજું કોણ?

અરે ભાઈ એ તો શાંત મુખ્યમંત્રી છે , એ થોડી મુળસાઈ કરે..

અરે વાત મૂળસાઈની નથી વાત છે ખોટા બોલાની , વાત છે અસ્વીકારની..

લાલ કલરનો શર્ટ પહેરેલા ભાઈ ઊકળી ઉઠ્યા : અરે તમે એમ કેમ કયો છો , શું વિજય રૂપાણી ખોટાડા છે એવું કહેવા માંગો છો તમે ? ખબરદાર અમે ખોટી વાત સહન નહીં કરી લઈએ.

હા , હવે તમે જ મુદા ઉપર આવ્યા , આ ચર્ચાનાં સ્થાપક ભાઈએ લાલ શર્ટ વારા ભાઈને એનીજ સ્ટાઇલમાં જવાબ આપ્યો: હું પણ એ કહું છું કે અમે પણ ખોટી વાત સહન નહીં કરીએ .

સાચું કહું તો ચ્યુગમ જેમ વાતો ખેંચતા આ લોકોએ મારી અડધી ચા નો નશો ઉતારી નાંખ્યો , મેં બૂમ પાડી: બારોટ  મારા માટે કટીંગ અને આ બે જણ માટે પણ લઈ આવજો..

એક ચુસ્કી મારીને મેં કહ્યું હવે આપશ્રી મૂળ વાત ઉપર આવશો ?

હા, હું તો આવતો જ હતો પણ…… બસ હવે મેં એમને ફરી લાંબી ચર્ચા કરે એ પહેલાં જ રોકી લીધા, વાત ઉપર આવો.

પેલા ભાઈ ફૂલ છટકયા હતા, ગુસ્સામાં જ બોલવાનું શરૂ કર્યું : ઓક્સિજનનાં વાંકે મોતની કબૂલાત કરતું આંધ્રપ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું , પંજાબ દ્વારા પણ સ્વીકાર કરાયો કે અમારે ત્યાં પણ કોરોનામાં ઓક્સિજન વગર લોકો મૃત્યુ પામ્યા છે ,તો પછી ગુજરાતનાં મુખ્યમંત્રી છડેચોક કેમ ખોટું બોલી શકે કે અહીં કોઈ જ વ્યક્તિ ઓક્સિજન વગર મૃત્યુ પામી નથી, ગજબ છે યાર , આવું ધોળું ખોટું – મેં સુધાર્યું અને કહ્યું કે ધોળું ખોટું નહિ ,પણ સફેદ જુઠ એમ છે.

અરે જે હોય એ , અહીં કોઈ ભાષાજ્ઞાનની વાતો નથી ચાલતી , અરે સંવેદનશીલ સરકાર અને આવી સંવેદનહીન વાતો !

મને લાગ્યું કે વિવાદ વધે એ પહેલાં જ ટોપિક બદલી દઉં: તમેં સાંભળ્યું કોંગ્રેસનાં નેતા અને પાર્ટીનાં ટ્વીટર એકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યા છે .

પણ મારી માન્યતા ખોટી ઠરી કે એ ભાઈ વાત ભૂલશે !

ફરી એ જ વાત પકડી લીધી એમણે, અરે માત્ર પ્રસિદ્ધ બીજું કંઈ કર્યું નથી, વેકસીનેશનનાં સર્ટિફિકેટ ઉપર પણ મોદી સાહેબનો ફોટો , કોઈ વસ્તુ નથી કે જ્યાં માર્કેટિંગ ન હોય, 

મેં વાત વાળી : એમાં એવું પણ હોય કે લોકોને વડાપ્રધાનની તસવીર જોઈને વેકસીન લેવા પ્રેરણા મળે;

દૂર બેથેલ દાઢી વારા ભાઈ અત્યાર સુધી પ્રેક્ષક બનીને બધું સાંભળી રહ્યા હતા, પણ ચર્ચા રસપ્રદ લાગતાં એ પણ બાજુમાં સરકી આવ્યા અને બોલ્યા  : મમતા બેનર્જી તો આજે ફરી મોદીજી ઉપર ભડકી ઉઠ્યા અને કહ્યું કે હવે ડેથ સર્ટિફિકેટ ઉપર પણ મોદીનો ફોટો લગાવો !

બધા જ અવાક …. હસવું કે ચૂપ રહેવું એની દ્વિધામાં મેં જ શરૂ કર્યું મારી અધૂરી રહેલી વાતને લઈને : કોંગ્રેસ નાં નેતા રાહુલ ગાંધી , કોંગ્રેસ પાર્ટીનું ટ્વીટર હેન્ડલ , ઉત્તરાખંડ નાં પૂર્વ CM રાવત તેમજ  ગુજરાત કોંગ્રેસનું ટ્વીટર એકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યું.

ત્યાં વરી પેલા ભાઈને જાણે વિવાદ જ કરવો હોય એમ બોલ્યા : કોંગ્રેસ તો કહે છે મોદી ડરી ગયા છે , રાહુલ ગાંધીએ કહ્યું હવે કોંગ્રેસ ઈન્સ્ટાગ્રામ માં લોકોનો અવાજ બનશે..

સામે પાટલીએ અત્યાર સુધી ચૂપ રહેલ કાકા પેલા વિરોધી ભાઈને જાણે લાલકાર્યા : રાહુલ કે કોંગ્રેસ પ્રજાનો અવાજ બન્યા હોત તો તો કોંગ્રેસ અને દેશના આ હાલ ન થાત ! 

સમજાયું મને પણ નહીં કે કાકા કોંગ્રેસ નાં વખાણ કરે છે ભાજપના અઉકા (આ અમારો દેશી શબ્દ છે જેનો મતલબ google પાસે નહિ પણ કોઈ ઓટલે બેસતા વ્યક્તિ પાસે જાણી લેજો)

હા, તો ચર્ચા ફંટાય એ પહેલાં એક નવયુવાન અને જાણે હમણાં જ પત્રકારીતા શરૂ કરી હોય એવો રુઆબ એનાં ચહેરે દેખાયો : હવે મારે પોતાનું છાપું કાઢવું છે , અને નામ રાખવું છે ટ્વિટર…

હેં એ નામ વરી કેમ ? બાજુવારો સવાલ પૂરો કરે એ પહેલાં જ નવોદિત પત્રકારે કહ્યું : આ તંત્રી લોકો દેશને સુધરવા નહીં દે, અરે હું મેટર લઈ આવું તો કાં રાખી દે અને કાં કાપ કૂપ કરીને છાપે,

સાચું કહું તો ને એ છોકરાની વાત સાંભળી મનેય મારા જૂનાં એ પત્રકારત્વનાં દિવસો યાદ આવી ગયા, મને પણ હવા હતી કે દેશને સુધારી દઈશ જો મારુ પોતાનું છાપું કે ચેનલ હોય તો ,પણ એ હવા આજે…

હું મારું વાક્ય મનમાં પૂરું કરું એ પહેલાં જ થોડો અટકીને ફરી એ યુવાન શરૂ થયો : અરે ભુક્કા બોલાવી દઉં મારુ બેનર હોય તો , આ તો મહામહેનતે સમાચાર લઈ આવીએ અને તંત્રી છાપે નહીં, 

હું મનમાં જ બોલ્યો કે બિચારો તંત્રી શું કરે , એની ઉપર મેનેજર , મેનેજર ઉપર માલિક અને માલિક ઉપર રાજકારણી અને ઉધોગપતિ બેઠા છે ,જે શું લખવું અને શું ન લખવું એ નક્કી કરતાં હોય છે, જોકે આશા અકબંધ છે કે અમુક અખબારો અને TV ચેનલો આજેય પોતાને બતાવવું છે એ જ બતાવે છે, પણ એ વાત ઓલા નવયુવાનને સમજાવે કોણ…

મેં પૂછ્યું પણ નામ ટ્વીટર કેમ રાખવું છે ?

તરત જ તે બોલ્યો : જુઓને આ Twitter ક્યાં કોઈની સાડાબારી રાખે છે , ગમે એનું એકાઉન્ટ લોક કરી નાંખે છે ,એ પછી ઉપરાષ્ટ્રપતિ હોય કે વિરોધ પક્ષનાં નેતા , એનાં નિયમ વિરુદ્ધ ગયા એટલે ગયા.

એટલે મારે પણ મારા છાપાનું નામ ટ્વીટર રાખવું છે !

હું કશું વધુ ન બોલ્યો અને મનમાં બબડયો કે આજ નહિ કાલ આ યુવાનને પણ અક્કલ આવી જશે કે કેટલા વિસે સો થાય છે.

ત્યાં જ મોબાઈલમાં કાયમ રચ્યા પચ્યા રહેતાં અને ખૂણો ઝાલીને બેસતાં અમારાં ચા મિત્ર પોતાનો મોબાઈલ બાજુમાં લઈ આવ્યા અને બે સમાચાર બતાવ્યા /

# આજરોજ ભુજ શહેરની સુખાકારી માટે ડ્રેનેજ સફાઈ નું કામ જે O & M માટે આપેલ જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો. આવનારા સમયમાં આધુનિક મશીન થી ભુજ નગરપાલિકા દ્વારા આ કંપની પાસે થી ડ્રેનેજ કલીનિંગ ની કામગીરી કરાવવામાં આવશે.

પણ ઘનશ્યામભાઈ જે અગાઉ આવ્યા હતા એ ડ્રેનેજ સફાઈના મશીનો ક્યાં ધૂળ ખાય છે ?

પ્રજાનો રૂપિયો આમ જ ધૂળધાણી કરશો ?

બીજા સમાચાર એમણે કાઢ્યા માંડવીનાં

# માંડવી તાલુકા મધ્યે આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ કાર્યક્રમ હતો પરંતુ આ કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં તો પુરુષ જ હતા ,અને અને આત્મનિર્ભર થવાની દિશા માં અહીં કોઇ કાર્ય થયું હોય એવું ફોટા પર થી તો નથી જ લાગતું કારણકે ફોટા મા તો માત્ર આઠ દશ બહેનો જ દેખાય છે.

મોબાઈલ બંધ કરી બોલતાં બોલતાં તેઓ નીકળી ગયા : બસ દેખાડો કરો , અને જનતાને મૂરખ બનાવો.

એ ભાઈ જતા રહ્યા , હુયે ઉઠ્યો – ગુરુને ચા નાં રૂપિયા આપીને નીકળ્યો .

છેલ્લે દડે છક્કો : 5 લાખની ગાડી માંથી એક સજ્જન ઉતર્યા અને મારી માવાની પિચકારી!

હું એની બાજુમાં ગયો, અને એ ભાઈને એટલું જ કીધું :

માવો ખાઈ ને દૂર સુધી

પિચકારી મારવાની સ્પર્ધા

ઓલિમ્પિક માં હોત.

તો અડઘું ગુજરાત

ગોલ્ડ મેડલ જીતી

ને આવત.

જેમાં આપને ગોલ્ડ નહીં તો સિલ્વર તો મળત જ..

 

To be continue…

 

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *