ગુજરાતનો પ્રથમ ‘હરતોફરતો ક્લાસ’ બનાવનાર કચ્છી શિક્ષકનું રાષ્ટ્રપતિ કરશે સન્માન

Contact News Publisher

કોરોના કાળમાં કચ્છના છેવાડાના વિસ્તાર સુધી શિક્ષણની જ્યોત પ્રગટાવી રાખનાર ગુજરાતી શિક્ષકને હવે તેનું ફળ મલ્યું છે. કચ્છના માંડવી નાં બાગના પ્રાથમિક શિક્ષક દીપક મોતાનું કૌશલ્ય રાષ્ટ્રીય સ્તરે ઝળકી ઉઠ્યું છે. બેંકના ATM જેમ ATE થી બાળકોને ભણતા કરનાર આ શિક્ષકને રાષ્ટ્રીય એવોર્ડ અપાશે. તેઓને શિક્ષક દિને રાષ્ટ્રપતિનાં હસ્તે બહુમાન અપાશે. તેઓએ કોરોનામાં કાળમાં કારમાં LED લગાડી છાત્રોને તેમના ઘરે જઈ ભણાવ્યા હતા. વાડી વિસ્તારમાં જ્યા વેહિકલનાં જાય ત્યાં ઈ-સાઇકલ વડે શિક્ષણ આપ્યું. ત્યારે મસ્કા ગામના શિક્ષક દીપક મોતાને રાષ્ટ્રીય એવોર્ડની જાહેર થતાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો છે.

ચાણક્ય એ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા… એ આજના યુગમાં ગામડાના શિક્ષક દિપક મોતાએ સાબિત કર્યું છે. શિક્ષક પોતાની પ્રામાણિકતાથી અભ્યાસ કરાવે તો એ ધારે એવો સમાજ નિર્માણ કરી શકે છે. આવા દીપક મોતાએ કોરોનાકાળ વખતે જે કામગીરી કરી અને વિદ્યાર્થીઓના ભાવિની ચિંતા સેવી અને અભ્યાસ ના બગડે તેના માટે શિક્ષણ રથ અને ઘરે-ઘરે ફરીને શિક્ષણ પહોચાડ્યું અને આજ યુગ અનુરૂપ નવું પરિમાણ ઉમેર્યું અને ‘એની ટાઈમ એજ્યુકેશન’ માટે કિયોસ્કનું સર્જન કર્યું હતું. તેવા શિક્ષકની નોંધ હવે રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા પણ તેમનુ સન્માન કરાયુ હતુ. તેમજ દિપકભાઇ મોતા દ્વારા પાંચ મહિનાની મહેનત બાદ વિદ્યાર્થીઓ ગમે તે સ્થળે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાતનું સર્વ પ્રથમ પ્રાથમિક શિક્ષણ માટેનું Educational KIOSK ને છાત્રાર્પણ કરવામાં આવ્યું હતું.

Exclusive News