ટોસમાં જ અમદાવાદીઓએ પાકિસ્તાનીઓને ખિજવ્યા! બાબર આઝમે બોલવાનું શરૂ કર્યું અને હજારો લોકોએ જુઓ શું કર્યું

Contact News Publisher

ભારત-પાકિસ્તાન મેચમાં ટોસ દરમિયાન બાબર આઝમ સાથે કંઈક એવું થયું જેના વિશે તેણે વિચાર્યું પણ નહીં હોય. તમને જણાવી દઈએ કે, ટોસ પછી તરત જ બાબર આઝમ વિરુદ્ધ હોબાળો થયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ચાહકોએ ધૂમ મચાવી હતી. ટોસ હાર્યા બાદ બાબર આઝમે જેવુ કઈક કહ્યું કે, તરત જ સ્ટેડિયમમાં બેઠેલા પ્રશંસકો બૂમાબૂમ કરવા લાગ્યા.બાબર આઝમ વિરૂદ્ધ બૂમાબૂમ કર્યા બાદ પાકિસ્તાની ચાહકો નારાજ થઈ ગયા અને સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ લખવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે બાબર આઝમ ભારત સામે ટૉસ હારી ગયો હતો. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.