pmo india

મન કી બાત (કડી-90) પ્રસારણ તારીખ 26.06.2022

Contact News Publisherમારા પ્રિય દેશવાશિયો, નમસ્કાર. ‘મન કી બાત’ માટે મને તમારા બધાના ખૂબ પત્રો મળ્યા છે, social media અને NaMoAppપર પણ ઘણાં બધાં સંદેશ મળ્યા છે, આ માટે હું આપ સૌનૌ આભારી છું. આ કાર્યક્રમ માટે આપણાં સૌનાં પ્રયત્નો હોય છે કે આપણે એકબીજાનાં પ્રેરણાત્મક પ્રયાસોની ચર્ચાવિચારણા કરીએ, જન-આંદોલનથી પરિવર્તનની ગાથા, પૂરા દેશને જણાવીએ. આ જ કડીમાં હું આજે તમારી સાથે, દેશનાં એક એવાં જન-આંદોલનની ચર્ચા કરવાં માગું છું જેનું દેશનાં દરેક નાગરિકનાં જીવનમાં ખૂબ મહત્વ છે. પરંતુ એ પહેલાં હું આજની પેઢીનાં નવયુવાનોને, 24-25 વર્ષનાં યુવાનોને, એક સવાલ પૂછવા માંગુ છું અને સવાલ ખૂબ ગંભીર છે, અને મારાં સવાલ પર જરૂરથી વિચાર કરજો. શું તમને ખબર છે કે, તમારાં માતા-પિતા જ્યારે તમારી ઉંમરનાં હતા ત્યારે એક વખત તેમની પાસેથી પણ જીવનનો અધિકાર લઇ લેવામાં આવ્યો હતો! તમે વિચારી રહ્યાં હશો કે, આવું કેવી રીતે થઇ શકે? આ તો અશક્ય છે. પરંતુ મારા નવયુવાન સાથિયો, આપણાં દેશમાં એકવખત આવું થયું હતું. વર્ષો પહેલાં 1975 ની સાલની આ વાત છે. જૂનનો એ સમય હતો જ્યારે emergency લાગુ કરવામાં આવી હતી, કટોકટી લાદવામાં આ હતી. તેમાં, દેશનાં નાગરિકોનાં તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યાં હતાં. તેમાંથી એક અધિકાર, બંધારણનાં Article 21 અંતર્ગત તમામ ભારતીઓને ‘Right to Life and Personal Liberty’ પણ હતો. તે સમયે ભારતનાં લોકતંત્રને કચડી નાખવાનો પ્રયત્ન કરાયો હતો. દેશની અદાલતો, દરેક બંધારણિય સંસ્થા, પ્રેસ, તમામ પર નિયંત્રણ લાગુ કરવામાં આવ્યું હતું. Censorship ની એવી સ્થિતિ હતી કે પરવાનગી વગર કંઇ પણ પ્રકાશિત કરી નહોતું શકાતું. મને યાદ છે કે, ત્યારે પ્રખ્યાત કિશોર કુમારે સરકારનાં વખાણ કરવાની ના પાડી ત્યારે તેમનાં પર બૈન લગાવવામાં આવ્યો હતો. રેડિયો પરથી તેમની entry કાઢી નાખવામાં આવી હતી. પરંતુ ઘણાં પ્રયત્નો, હજારો ધરપકડ, અને લાખો લોકો પર અત્યાચાર કરાયા પછી, ભારતનાં લોકોનો, લોકતંત્ર પરથી વિશ્વાસ તૂટ્યો નહીં, થોડો પણ નહીં. ભારતનાં આપણાં લોકોમાં, વર્ષોથી, જે લોકતંત્રનાં સંસ્કાર ચાલી રહ્યાં છે, જે લોકતાંત્રિક ભાવના આપણાં રગેરગમાં વહે છે અંતમાં તેનો જ વિજયી થયો….

XIV BRICS સમિટ 2022માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન ટિપ્પણી

Contact News Publisherમહામહિમ રાષ્ટ્રપતિ શી, મહામહિમ રાષ્ટ્રપતિ રામાફોસા, મહામહિમ રાષ્ટ્રપતિ બોલ્સોનારો, મહામહિમ રાષ્ટ્રપતિ પુતિન, સૌ…